ખેડૂત સંગઠનોમાં ભાગલા પાડવાની શરૂઆત - ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો આરોપ

ખેડૂત સંગઠનોમાં ભાગલા પાડવાની શરૂઆત - ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો આરોપ

ખેડૂત આંદોલન દરમિયાન પ્રથમવાર સંયુક્ત મોરચાની બેઠકમાં ફૂટ પડી હોવાનું સામે આવી રહ્યું હોઈ તેમ રવિવારે મીટિંગમાં હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર આંદોલનને રાજનીતિનો અડ્ડો બનાવવા અને કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવવા તેમજ દિલ્હીમાં સક્રિય હરિયાણાના કોંગ્રેસ નેતા પાસેથી આંદોલનના નામે અંદાજે 10 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લાગ્યો હતો. કોંગ્રેસી ટિકિટના બદલામાં હરિયાણા સરકારને તોડી પાડવાની ડીલ પણ કરી રહ્યા છે. ચઢુનીએ તમામ આરોપો નકારી દીધા છે. બેઠકની અધ્યક્ષતા કરી રહેલા કિસાન નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે બેઠકમાં મોરચાના સભ્ય તેમને મોરચામાંથી હાંકી કાઢવા ઈચ્છે છે પરંતુ આરોપોની તપાસ માટે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી છે જે તા.20 જાન્યુઆરીએ રિપોર્ટ આપશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે.
ખેડૂત આંદોલનમાં ટેરર ફંડિંગને લઇ રાષ્ટ્રીય તપાસ એજન્સી તપાસ કરી રહી છે. આંદોલન સાથે સંકળાયેલા 50 થી વધુ લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. જેનાથી રોષે ભરાયેલાં ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે તેમની સાથે સંકળાયેલા કોઈ નેતા કે કાર્યકર્તા NIA સમક્ષ હાજર નહીં થાય.
કૃષિ કાયદાઓને લઇ સુપ્રીમ કોર્ટ તરફથી બનાવાયેલી કમિટીમાંથી રાજીનામું આપી ચૂકેલા ભૂપિન્દરસિંહ માને જે રીતે કમિટી છોડી રાજીનામુ આપ્યું છે જેને લઇ ધમકીઓ મળવા સહિત અનેક કયાસ લગાવાયા છે.