ખેરગામ : ભૈરવી પાસે આઈશર ટેમ્પા ચાલકે સાયકલ સવારને લીધો અડફેટે

ખેરગામના ભૈરવી પાસ આવેલા લક્ષ્મી પેટ્રોલ પમ્પ સામે ધરમપુર બાજુથી આવી રહેલા આઈશરટેમ્પા લના ચાલકે પાછળથી સાયકલ ચાલકને અડફેટે લેતા સાયકલ ચાલક ગુલાબભાઈને માથા થતા શરીરના ભાગે ગંભીર ઈર્જા થતા તેઓને ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટના ડ્રસ્યો લક્ષ્મી પેટ્રોલપમ્પ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા કેદ થયા હતા.
ખેરગામ તાલુકાના ભૈરવી ગામના ઝરા ફળિયામાં રહેતા ગુલાબભાઈ ભીખાભાઇ પટેલ જેઓ ગામમાં જ આવેલા લક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હોય સોમવારે બપોરે તેઓ પેટ્રોલપમ્પ ઉપર નોકરીએ જવા ઘરેથી સાયકલ ઉપર નીકળ્યા હતા.દરમ્યાન બપોરે 2.45 વાગ્યાના સમયે તેઓ ખેરગામ ધરમપુર રોડ ઉપરથી સાયકલ લઈને પસાર થતા બરાબર પેટ્રોલપંપ પાસે પહોંચી સાયકલનો અંદર પેટ્રોલ પંપ તરફ ટર્ન જ મારી રહ્યા હતા તે દરમ્યાન પાછળ ધરમપુર તરફથી પુરઝડપે આવી રહેલા GJ,21,Y,0119 નબર ના આઈશર ટેમ્પોના ચાલકે ગુલાબભાઈની સાયકલને પાછળથી ટક્કર મારતા તેઓ રસ્તાની બાજુએ નીચે ફેંકાઈ ગયા હતા.તેમને માથામાં શરીરે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન પાંચેક વાગ્યાની આસપાસ મોત નીપજ્યું હતું.મારનાર ગુલાબભાઈના ભત્રીજા જયેશભાઇ વજીરભાઈ પટેલે આ મામલે મંગળવારે બપોરે ખેરગામ પોલીસ મથકે આઈશર ટેમ્પાના અજાણ્યા ચાલક વીરુદ્ધ ફરિયાદ આપતા પીએસઆઇ એસએસ માલે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.જોકે અકસ્માતની ઘટના ડ્રસ્યો લક્ષ્મી પેટ્રોલ પમ્પ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.