ગુજરાતભરમાં ધો 10 અને 12 ની શાળાઓ શરુ - સુરતના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

ગુજરાતભરમાં ધો 10 અને 12 ની શાળાઓ શરુ - સુરતના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશમાં લોકડાઉંન લાગ્યું જેને લઇ ઉદ્યોગ ધંધા સાથે શૈક્ષણિક કાર્યને પણ લોકડાઉંન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ ધંધાઓ શરુ કરી દેવાયા હતા પરંતુ આજ દિન સુધી શૈક્ષિણક કર્યો બંધ હતા જે આજે 10 મહિના બાદ ગુજરાત સરકાર દ્રારા શરુ કરાયા હતા જેને લઇ આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરતા દેખાયા હતા. વાલીઓ અને શિક્ષકોના ચહેરા ઉપર શાળાઓ શરૂ થયાનો આનંદ દેખાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી શાળામાં પ્રવેશ કરી ક્લાસ રૂમમાં પ્રથમ પ્રાર્થના અને રાષ્ટ્રીય ગાન કરાયા બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. શાળા સંચાલકોના નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કલાસમાં ગયા હતા અને જે વાલીઓએ સંમતિપત્ર ન આપ્યું હોઈ તેવા વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રાખવામાં આવ્યો છે. લગભગ 10 મહિનાથી શાળાઓ બંધ હતી પણ ઓનલાઇન અભ્યાસ માટે તમામ શિક્ષકો શાળામાં આવતા હતા. ક્લાસ રૂમ ખાલી જોઈ ખૂબ જ દુઃખ થતું હતું. આજે ફરી એકવાર વિદ્યાર્થીઓને શાળામાં આવતા જોઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. હવે શિક્ષકોની જવાબદારી બને છે કે તમામ વિદ્યાર્થીઓને પહેલા કોરોના મહામારી સામે રક્ષણ આપતા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝનું પાલન કરવાનું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું પાલન કરી અભ્યાસ કરવામાં આવે. હાલ માં એક ક્લાસમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. શાળામાં આવતા અને શાળા છૂટ્યા બાદ ઘરે જતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે તેની જવાબદારી શાળાના શિક્ષકોની સાથે આચાર્ય અને ટ્રસ્ટીઓની પણ છે.
ધો-12 અને ધો-10 ના વિધ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 10 મહિના બાદ શાળા શરૂ થઈ છે એ ખૂબ જ આનંદની વાત છે. આજદિન સુધી ઓનલાઈન અભ્યાસ કરતાં હતાં જેમાં કંઈ સમજ પડતી નહીં હતી એવા માહોલ વચ્ચે અભ્યાસ કર્યો હતો. હવે શાળામાં રૂબરૂ અભ્યાસ શરુ થયો છે જે વિદ્યાર્થીઓ માટે લાભકારક કહી શકાય છે. લેબના પ્રેક્ટિકલ પણ ટકાવારી માટે જરૂરી હોઈ છે. શાળામાં અભયસનું રિવિઝન કરવા મળશે જે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કામ આવશે તેમજ બોર્ડનું પરિણામ સારું લાવવામાં વિદ્યાર્થીઓ સફળ રહેશે.


મોટાભાગની CBSE સ્કૂલો તા.11 જાન્યુઆરીથી નહીં પરંતુ તા.18 જાન્યુઆરીથી શરૂ થશે. કારણ કે તા.12 જાન્યુઆરી સુધી સ્કૂલોમાં પરીક્ષા છે અને એક દિવસની સ્થાનિક રજા બાદ ઉત્તરાયણની રજા રહેશે. આ રજાઓ બાદ તા.18 જાન્યુઆરીથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે. સંચાલકોના મતે સ્કૂલો શરૂ કરવા માટે સરકારે પૂરતો સમય આપ્યો નથી તેથી તૈયારી માટે સ્કૂલોને વધુ સમય લાગશે.
આજથી ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલો શરૂ થઈ છે. સંચાલકોએ સ્કૂલો શરૂ થતાં પહેલાં દરેક કલાસને સેનિટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થાઓની તૈયારીઓ પૂર્ણ કરી છે. શિક્ષણ વિભાગે વાલીઓ પાસેથી વિધ્યાર્થી સ્કૂલે આવે તે માટેનું સંમતિપત્રક ફરજિયાત લેવાની સૂચના આપી હતી જેને લઇ વાલીની સંમતિ મુદ્દે સ્કૂલ સંચાલકોનું વલણ કડક રહ્યું છે. કારણ કે સંચાલકો કોરોના મહામારીમાં કોઇ વિવાદમાં પડવા માગતા નથી તેથી તેઓએ વાલીને સ્પષ્ટ જણાવ્યું હતું કે વાલી સંમતિ આપશે તો જ બાળકને સ્કૂલમાં પ્રવેશ અપાશે જેને લઇ માત્ર 30 ટકા વાલીઓએ સ્કૂલોને સંમતિ પત્ર આપ્યા હતા.