ગુજરાતમાં કોરોના કેસો ફરી વધતા ડે.સીએમની બેઠક

ગુજરાતમાં કોરોના કેસો ફરી વધતા ડે.સીએમની બેઠક

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતા સીએમ રૂપાણી સહિતના નેતાઓ દોડતા થઈ ગયા છે તેવા સમયે સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી જે અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતુ કે કોરોનાના કેસ વધતા રિવ્યુ બેઠક યોજી છે. અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસની સંખ્યા 1000 થી 1200 આસપાસ પહોંચી પહોંચી છે આમે કેસોમાં થતા વધારાના લઇ લોકોમાં ફરી લોકડાઉનને લઇ ચર્ચાઓ શરુ થઇ છે ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે લોકડાઉન અંગે જણાવ્યું હતુ કે લોકડાઉન નહીં થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારીશું। ડે.સીએમએ સ્વીકાર્યું હતું કે દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા સંક્રમણ વધ્યું છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
આગેમ દિવસોમાં શાળાઓ શરુ થવાને લઇ નીતિન પટેલે જણાવ્યું હતુ કે શાળાઓ શરૂ થશે પરંતુ પહેલા ધો.9 થી 12 સુધીના જ ક્લાસ ચાલુ કરવામા આવશે અને સ્કૂલો ચાલુ થશે તો પણ તે ઓડ ઈવન સિસ્ટમ અનુસાર અને શાળામાં ભીડ ન થાય તેની તકેદારી રાખીને શરૂ કરવામાં આવશે.