ગીર સોમનાથ : ગીર નું હિર એવી વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની બજારમાં એન્ટ્રી

દેશ અને દુનિયા માં કેરી રસિકો ની પહેલી પસંદ બનેલી કેસર કેરી ની આખરે શાનદાર એન્ટ્રી થઇ ચુકી છે તાલાલા મેંગો માર્કેટ એક વર્ષ પછી કેરી ની હરાજી શરુ થતા ફરી ધમધમતું થયું છેકેસર ની હરાજી નાં પ્રથમ રાઉન્ડ માં ગાયો નાં ફાળા માટે ૧૦ કિલો કેરી નાં બોક્સ ની બોલી લગાવાઈ હતી પ્રથમ દિવસે સાત હજાર જેટલા કેરી નાં બોક્સ ની હરાજી માં આવક થઈ છેકાચી કેસર કેરી નાં ૧૦ કિલો એ ૪૦૦ થી ૭૦૦ રૂપિયા ભાવ આકવામાં આવ્યો છે
ખેડૂતો ના કહેવા મુજબ વર્તમાન કોરોના મહામારી ના કહેરે કેસર કેરી પકાવતા બાગાયતી ખેડૂતો ની કમર ભાંગી નાખી છે.
ગત વર્ષે પણ કેસર કેરી માં ખરાબ વાતાવરણ અને કોરોના નું ગ્રહણે ખેડુતો ને નુકશાની નો સામનો કરવો પડેલ ત્યારે ચાલુ વર્ષે પણ બાગાયતી ખેડુતો ના કહેવા પ્રમાણે કેસર કેરી ને અનુકુળ વાતાવરણ ન મળતા ૪૦% પાક નું ઓછું ઉત્પાદન છે અને એમા પણ કોરોના નો કહેર એટલે ખેડુતો ને પોષણક્ષમ ભાવ માં કેરી નો નીકાલ થાય તેવી સરકાર પાસે માંગણી...ખેડૂતો નાં કહેવા મુજબ ૪૦૦ થી ૭૦૦ રૂપિયા ૧૦ કિલો કેસર કેરીનાં ભાવ મળવા જોઈએ સરકારે ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પણ અમલવારી કરવી જોઈએ.
કોરોના મહામારી વચ્ચે આજે તાલાળા મારકેટીગ યાર્ડ માં હરાજી નો પ્રારંભ કરવામાં આવ્યો છે કોરોના મહામારી ના પગલે ખેડુતો ની પાંખી હાજરી જોવા મળેલ પરંતુ આવનારા દિવસો માં ખેડુતો ને નુકશાન ન જાય તેવા રાજય સરકાર દ્વારા વિશેષ છુટછાંટ આપવાની સરકાર દ્વારા હૈયાધારણા આપવામા આવી છે...ગીર ની કેસર કેરી મોટા ભાગે બહાર અમદાવાદ-બરોડા જેવા શહેરો માં જાય તો ખેડુતો ને સારા ભાવ મળતા હોય છે પણ હાલ ના સમય સંજોગો ને લીધે બહાર ના શહેરો માં કેસર કેરી નો નીકાલ કરવો મુશ્કેલ બન્યો છે...