ગીર સોમનાથ : વેરાવળમાં જિલ્લાનો પ્રથમ ગુજસીટોકનો ગુન્હો નોંધાયો


રાજય માં અોર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગો પર કડક કાર્યવાહી માટે રાજય સરકાર દ્વારા ખાસ ગુજસીટોક નો કાયદો ઘડવામાં આવ્યો છે અને રાજય ભર માં આવી ગેંગો સામે ગુન્હા નોંઘાઇ રહયા છે.
ત્યારે ગીર સોમનાથ ના વેરાવળ પોલીસ સ્ટેશન માં જીલ્લા નો પ્રથમ ગુજસીટોક નો ગુન્હો નોંઘાયો છે.
વેરાવળ શહેર માં ઇમરાન ચીપા ગેંગ ના ચાર શખ્સો વિરુઘ્ઘ ગુન્હો નોંઘાયો છે.
છેલ્લા દસ વર્ષ માં આ ગેંગ વિરુઘ્ઘ વીસ થી વઘુ ગુન્હાઅો નોંઘાયેલા છે.
વેરાવળ સીટી પી.આઇ ડી.ડી.પરમાર દ્વારા આ ગેંગ ના ગુન્હાઅો ની કુંડળી તૈયાર કરી રેન્જ આઇ.જી ને ગુજસીટોક ગુન્હા અન્યવે કાર્યવાહી માટે દરખાસ્ત કરી પોતે આ ગુન્હા ના ફરીયાદી બન્યા છે
વેરાવળ શહેર પોલીસ દ્વારા ગુન્હો દાખલ થતાં જ ગણતરી ના કલાકો માં જ ગેંગના મુખ્ય સુત્રઘાર સહીત ત્રણ આરોપી અોને ઝડપી પાડયા છે.
ઇમરાન ચીપા ગેંગ અંગે પોલીસ ના જણાવ્યા મુજબ....
વેરાવળ નો ઇમરાન ઉર્ફે ચીપો રહેમાનભાઇ મુગલ પટ્ટણી ગેંગનો મુખ્ય સુત્રઘાર છે જયારે
અન્ય વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે, ઇમરાન ઉર્ફે રોક જુસબભાઇ માજોઠીયા અને અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારતી ગૌસ્વામી સંગઠીત ગુન્હા ને અંજામ આપતા છેલ્લા દસ વર્ષ માં આ ચારેય વિરુઘ્ઘ અનેક ગુન્હા નોંઘાયેલા છે.
કોની વિરુઘ્ઘ કેટલા ગુન્હા....
ઇમરાન ઉર્ફે ચીપો રહેમાનભાઇ મુગલ પટ્ટણી
સાત ગુન્હા - વેરાવળ તથા તાલાલ પોલીસ સ્ટેશન માં
વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે
સાત ગુન્હા - વેરાવળ સીટી પોલીસ સ્ટેશન માં
ઇમરાન ઉર્ફે રોક જુસબભાઇ માજોઠીયા
ત્રણ ગુન્હા - વેરાવળ તથા તાલાલ પોલીસ સ્ટેશન માં
અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારતી ગૌસ્વામી
ત્રણ ગુન્હા - વેરાવળ સીટી પોલીસ સ્ટેશન માં
વેરાવળ પોલીસે ચારેય આરોપી વિરૂઘ્ઘ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) એકટ - ૨૦૧૫ ની કલમ ૩(૧)ની પેટા (૨) તથા કલમ - ૩(૨) તથા કલમ - ૩(૩)તથા કલમ - ૩(૪) તથા કલમ - ૧(૫) મુજબ ગુન્હો નોંધી ગુન્હા ની તપાસ સોમનાથ સુરક્ષા ના DYSP એમ.ડી.ઉપાધ્યાય ને સોંપાઈ. છે.
વેરાવળ પોલીસે ચાર પૈકી મુખ્ય સુત્રઘાર સહીત ત્રણ ની ઘરપકડ કરી લીઘી છે જયારે ચોથો આરોપી અમીત ઉર્ફે બાવો ગોસ્વામી ને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે.
ઝડપાયેલા ત્રણેય આરોપીઅો ને રાજકોટ ખાતે ગુજસીટોક ની સ્પેશીયલ કોર્ટ સમક્ષ રીમાન્ડ ની માંગ સાથે રજૂ કરવામાં આવશે..
એક તરફ વેરાવળ પોલીસે ગુજસીટોક ની અમલવારી રૂપે ઇમરાન ચીપા ગેંગ વિરુઘ્ઘ ગુન્હો નોંઘી કડક કાર્યવાહી ના નિર્દેશ આપ્યા છે તો બીજી તરફ જાણકારો ના મતે પોલીટીકસ અને ભ્રષ્ટ પોલીસ ની મીઠી નજર વીના અોર્ગેનાઇઝ ક્રાઇમ શકય નથી...
આ ચારેય તો લુખ્ખા અને ટપોરીઅો છે આ ગેંગના પડદા પાછળ ના આકાઅો કોણ છે તે અંગે આખુ શહેર જાણે છે. પરંતુ પોલીસ આ વાત થી વાકેફ છે કે નહીં તે મહત્વનું છે..
ત્યારે પોલીસ આ ચારેય આરોપીઓ ના ગુન્હા માં પડદા પાછળ ના વ્હાઇટ કોલર ગોડ ફાધરો સુધી પહોંચી શકશે કે કેમ કે પછી
બલી ના બકરા સમાન ચારેય આરોપી સુધી જ પોલીસ તપાસ સીમિત રહેશે...? તેવા સવાલો હાલ ઉઠી રહયા છે.