ચોટીલા : અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો

હવામાન વિભાગ ની આગાહી અનુસાર ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારો માં છેલ્લા પાંચ દિવસ થી ભારે પવન વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકે છે ત્યારે ચોટીલા પંથક ના ખેડૂતો ચિંતા વધવા પામી છે અને ભારે પવન ના કારણે લાઈટો પણ જતી રહેતી હોય છે.
હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.અને બીજી બાજુ હવામાન વિભાગે આગાહી આપેલ અનુસાર છેલા પાંચદિવસ થી ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકે છે અને વિજતંત્ર ની બેદરકારી ના કારણે લાઈટો પણ જતી રહેતી હોય છે આખાદીવસની ગરમી લોકો સહન કરી રહયા છે ત્યારે સાંજનાં અથવા રાત્રી ના સમયે કમોસમી વરસાદ ખાબકતો હોય છે અને વીજપાવર બંધ થઈ જતા હાલ કોરોના વાયરસ ના સંક્રમણ માં આવેલ લોકો જે હોમ કોર્નટાઇન છે તે લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને કમોસમી વરસાદ થી જગતના તાત ને ભારે નુકસાન થવા ની ભીતિ સહન કરવાનો વારો આવે છે