ચોટીલા : નાની મોલડી પોલીસે 307 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી

જિલ્લાભરમાં પ્રોહીબિશનના ગુન્હાઓને નષ્ટ કરવા માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તેમ નાયબ પોલીસ અધિક્ષકની મળેલ સૂચના મુજબ ચોટીલાના નાની મોલડી મહિલા પોલીસ સબઇસ્પેક્ટર પી.આર.સોનારા સહિત પોલીસટીમ ને મળેલ બાતમીના આધારે પીપળીયા ધાધલ ગામે બંધ પડેલ મકાનમાંથી જુદીજુદી બ્રાન્ડની 307 જેટલી વિદેશી દારૂની 56 હજાર 900ની કિંમત સહિત 2 લાખ 56 હજાર 900ના મુદામાલ સાથે સાયલા તાલુકાના નાગડકા ગામના દિલીપભાઈ જેબલિયા ને ઝડપી પાડી સ્થળ પર મોટી મોલડીના ધીરુભાઈ ઉર્ફે વાંકો મેઘાણી સહિત તપાસમાં નામ ખુલ્લે તે સહિતનાઓ સામે નાની મોલડી પોલીસ ભરતભાઇ મિરે ગુન્હો દાખલ કરવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.