ચલથાણ : કડોદરા પોલીસે બે વર્ષીય બાળકીનું માતા સાથે સુખદ મિલની કરાવ્યું

જિલ્લામાં ઔધોગિક વિસ્તારોમાં બનતાં બાળકોનાં જાતીય શોષણ સંબધિત ગુનાઓને ધ્યાનમાં રાખી કડોદરા પોલીસે સજાગતા દાખવી માનવતા મહેકાવી હતી પલસાણા તાલુકાનાં વરેલી ગામ બસ સ્ટેન્ડ નજીક બે વર્ષીય બાળકીને નધણીયાતી હાલતમાં જોઈ તેને પ્રેમ પૂર્વક પુછપરછ કરાતા ગણતરીનાં કલાકોમાં તેની માતા સાથે સુખદ મિલની કરાવ્યું હતું.
સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર મહેશભાઇ વસંતરાવ તથા વનરાજસિંહ બારડ નાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વરેલી દત્તકૃપા સોસાયટી ખાતે શાકભાજીનો વેપાર કરતાં પરિવારની બે વર્ષીય બાળકી રમતા રમતા વરેલી બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ હતી જે બાળકી કડોદરા પોલીસમાં ફરજ બજાવતા આ જવાનોને નધીયાણી હાલતમાં મળી આવી હતી પોલીસે ફુલ જેવી બાળકી પ્રત્યે ઉદારતા રાખીને પ્રેમપૂર્વક પૂછપરછ હાથ ધરી હતીં જે બાદ બાળકીએ પોતાનું નામ માત્ર જણાવ્યુ હતું તે સિવાય બીજું કઈ જણાવતી ન હોય જેથી આ બન્ને પોલીસ જવાનો દ્વારા બાળકી ના માતા પિતા ની શોધખોળ આરંભી હતી ઉલ્લેખનીય છે કે પોલીસ જવાનો ની બાળકી પ્રત્યેની ચિંતા વ્યાજબી હતીં કારણ કે જિલ્લામાં આવેલ ઔધોગિક વિસ્તારોમાં ઘણી વખત બાળકોનાં જાતીય શોષણ સંબધિત ગુનાઓ બનતાં હોય છે જેને ધ્યાનમાં બાળકી ને સાથે રાખી વરેલી વિસ્તારમાં તેના માતા પિતા ની શોધખોળ હાથ ધરી હતીં જે બાદ ગણતરીનાં કલાકોમાં કડોદરા પોલીસ ટીમ દ્વારા બાળકીની માતા રિંકીબેન અનિલભાઈ ગુપ્તાને શોધી કાઢી હતી અને બાળકીનું સુખદ મિલન કરાવ્યુ હતું જે દરમિયાન હૃદય દ્વાર્વક દ્રષ્યો સર્જાયાં હતાં બાળકીનું તેની માતા સાથે સુખદ મિલનને અંતે માતાએ કડોદરા પોલીસના જમાદારનો આભાર વ્યક્ત કર્યો હતો.