ચલથાણ : કન્યાકુમારીથી કશ્મીર સુધીની ૪ હજાર કિલોમીટરની યાત્રા

કોરોના કાળ દરમિયાન ભારત વર્ષમાં વસતાં દરેક ભારતીય વોરીયર્સોએ એક માનવ માટે માનવતા દાખવી માનવતા મહેકાવટી પોતાની ફરજ નિભાવી હતી આવા જ માનવતા દાખવનાળા તમામને સલામી સાથે આભાર વ્યકત કરવા ભારતની ભુમિ નો ભારથ છેક કન્યાકુમારીથી કશ્મીર ચાલતાં સફરે નિકળ્યો હતો. 
આખાં વિશ્વને વાયરસના સંક્રમણે પોતાની ઝપેટમાં લીધું હતું ત્યારે એક વખતે ઘણાં દેશો ને કોરોના મહામારી સામે ઘૂંટણે પડવા મજબૂર પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હતી પરતું ઈમ્યુનીટી પાવર ના બુસ્ટર ડોઝ ધરાવતાં ભારતીયો ને આમ કઈ હરાવવું સહેલું નથી તેવું દેશમાં વસતાં મોટાભાગના યુવાનોએ યોગ અને વ્યાયામ દ્વારા આગળ પણ સાબિત કરી બતાવ્યુ છે આવા જ શારીરીક રીતે ખડતલ શરીર ધરાવતાં અમુક ઉત્સાહીત તેમજ દેશના દરેક રાજ્યનાં ખુણામાં વસતાં યુવાનો કઈક નવું શોધવા અને કરી બતાવવા હંમેશા તત્પર રહે છે ભારતીય સંસ્કૃતિ આદીકાળ થીં બ્રહ્માંડમાં રહેલી નિરાકાર રીતે મહેસુસ કરાતી દેવી શક્તિ ને પુંજતી રહીં છે આવા જ ભારતીયો પ્રાચીનકાળથી દેશના સન્માનમાં વધારો કરે તેવાં સાહસિક કાર્યો કરતાં આવ્યાં છે જે વિશ્વ માટે પ્રેરણા સ્વરૂપ બની રહે છે.
આજે આપણે આવા જ એક જાંબાઝ ભારતીય વીર ભારથ પી.એન ની વાત કરવા જઈ રહયા છે જેમણે કોરોના મહામારી દરમિયાન દેશ વાસીઓની રક્ક્ષા કાજે ફ્રન્ટ લાઈન વોરીયર્સો ના આદર,સન્માન તેમજ સલામી આપવાનાં ભાગ રૂપે એકલા જ કન્યાકુમારીથી કશ્મીર સુધીની ૪ હજાર કિલોમીટર ની યાત્રા કરી રહ્યા છે જેઓ કન્યાકુમારીથી ૨ હજાર કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી મોડી સાંજે કડોદરા ખાતે આવી પહોચ્યા હતા જયાં સ્થાનીકો દ્વારા તેમને રહેવા જમવાની સુવિધા પૂરી પાડી હતી.
ભારતનાં સન્માનિત તિરંગા અને ખંભે ૩૦ કિલોનું વજન ધરાવતાં બેગ સાથે ભારતનાં માનવતા મહેકાવતા તમામ વોરીયર્સો ને સન્માન અને સલામી આપવાનાં ઇરાદે ભારથે આ સાહસ કર્યું હતું તેમજ પુથ્વી પર ગ્લોબલ વોર્મિંગ ના સંકટ ને નિવારવા જંગલ બચાવો ,પર્યાવરણ બચાવો તેમજ હળીયાળી તરફ પાછા વળો ના મેસેજ સાથે ભારથ આગામી ત્રણ મહિના સુધી પોતાની પેડલ યાત્રા ચાલુ રાખશે માર્ગમાં કોઈ વ્યક્તિ દ્વારા તેને આર્થિક સહાય આપવાનું જ્યારે કહેવાય છે ત્યારે તેઓ સહાયનાં રુપમાં તેમને એક વૃક્ષ રોપવા કહે છે.
ઉલ્લેખનીય છે કે ભારતનાં યુવાનો સાહસ કરી સિધ્ધી મેળવવામાં માને છે જેઓ જીવનમાં કંઈક નવું અને જીંદગી પોતાને હરહંમેશ ઉત્તેજના સાથે કંઈક પ્રેરણા પૂરી પાડતી રહે તેવું જીવન પસંદ કરતાં હોય છે માટે જ શહેર તેમજ ગામડાંના યુવાનો પણ બાઈકર્સના રુપમાં, સાઈકલીસ્ટ રુપમાં કે વોકીંગ રુપમાં હજારો કિલોમિટરના રસ્તાઓ પર સાહસ ખેડતા જોવાં મળી રહે છે.