ચલથાણ : ખાંડ ઉધોગ સહકારી મંડળીની સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સમ્પન્ન

શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉધોગ સહકારી મંડળી ની ૫૧ મી સામાન્ય સભા સંસ્થાની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે શાંતિપૂર્ણ રીતે સમ્પન્ન થઈ હતી ગત વર્ષ એપ્રિલ ૨૦૧૯ થીં માર્ચ ૨૦૨૦ સુધીનો વ્યવસ્થાપક કમિટિએ મંજુર કરેલ હિસાબો તથાં સરવૈયું વૈધાનિક ઓડિટર શ્રી દ્વારા પ્રમાણિત કરેલાં હિસાબો સાથે સામેલ કરવામાં આવ્યાં હતાં જેને બહાલી આપવામાં આવી હતી.
વર્ષ એપ્રિલ ૨૦૧૯ થીં માર્ચ ૨૦૨૦ સુધીનો શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉધોગ સહકારી મંડળી ની વ્યવસ્થાપક કમિટી દ્વારા સાધારણ સભા કોરોના ને કારણે યોજાવા પામી ન હતીં જોકે ૩૧ માર્ચ સુધીમાં સાધારણ સભા પૂર્ણ કરવાની રહેતી હોય સંસ્થા દ્વારા ગતરોજ કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ખુબજ શાંતિમય વાતાવરણમાં સભા સમ્પન્ન કરવામાં આવી હતી જે અંતર્ગત સાધારણ સભા શરું કરવામાં આવે તે પહેલાં સંસ્થાનાં પ્રમુખશ્રી કેતનભાઇ ચીમનભાઈ પટેલ તથાં ઉપસ્થિત તમામ ડિરેક્ટરો તેમજ ખેડૂત સભાસદો દ્વારા દેશના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જી સહિત સંસ્થા સાથે સંકળાયેલા વડીલ,શુભચિંતકો તેમજ કોરોના કાળ દરમ્યાન દેશના નામી અનામી વ્યક્તિઓ કે જેઓની આપણી વચ્ચે થીં ચિર વિદાય થઈ હતીં તેવાં તમામ મહાનુભાવોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ વ્યવસ્થાપક કમિટીએ મંજુર કરેલાં હિસાબો તેમજ ઓડિટર શ્રી દ્વારા પ્રમાણિત કરેલાં ગત વર્ષનાં હિસાબો ને સંસ્થાનાં ચેરમેનશ્રી કેતનભાઇ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં પ્રમુખશ્રી દ્વારા ગત વર્ષે જે પ્રમાણે  કોરોના ની કપરી પરીસ્થિતિ દરમિયાન મજૂરોની અછત સર્જાય હતીં તેવી પરિસ્થિતિ આ વર્ષે પણ નહીં સર્જાય તે તરફ સૌવ સભાસદો નું ધ્યાન દોર્યુ હતું કારણકે ફરીથી આજ સમયે હોળી દરમિયાન કોરોના ફરીથી વકરી રહ્યો છે જે ફેક્ટરી ચલાવવા માટે ચિંતાનો વિષય બની રહે છે તેમ છતાં ગત વર્ષે જેમ તમામ ખેડૂત સભાસદો એ ભેગાં મળીને સંસ્થાનાં કપરાં સમયમાં સાથ આપ્યો હતો જેનાં કારણે કપરાં સમયની પરીસ્થિતિ અવસર ના રુપમાં પરિવર્તિત થઈ હતીં જેથી સભાસદો નો આભાર વ્યકત કર્યો હતો. 
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત ની ગણનાપાત્ર સુગર મીલોમાં જેની ગણના થાય છે તેવી ચલથાણ ખાંડ ઉધોગ સહકારી મંડળીનાં સભાસદો ની સંખ્યા ૧૬ હજાર થીં પણ વધું છે વિસ્તારનાં ખેડૂતોની જીવા દોળી સમાન ચલથાણ સુગર ફેક્ટરીમાં ગત વર્ષે પીલાણ સીઝનમાં સંસ્થાએ ૮ લાખ ૨ હજાર ૭૭૬.૫૬૦ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી ૮ લાખ ૩૫ હજાર ક્વિન્ટલ ખાંડ નું ઉત્પાદન કરી ૧૦.૩૨ % ની  રીકવરી પ્રાપ્ત કરી હતી જયારે કેન્દ્ર સરકારની યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ૧ લાખ ૧૪ હજાર ૮૨૦ ક્વિન્ટલ ખાંડ ઉપર રુપિયા ૩૫.૯૪ કરોડ વગર વ્યાજે મળ્યા હતા.
આ ઉપરાંત સાધારણ સભા સંદર્ભમાં બફર સ્ટોક,બળેલી શેરડી, સુગર તથાં ડીસ્ટીલરી યુનિટ તેમજ સભાસદો માટેનાં અકસ્માત વીમા યોજના વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે સાધારણ સભા અંતર્ગત સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનાં ડીરેક્ટર તેમજ વાઈસ ચેરમેન સંદિપભાઈ દેસાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.