ચલથાણ : પલસાણા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઇ દ્વારા રક્તદાન

કોરોના રૂપી દાનવે હજારો લોકો ને પોતાની ઝપેટમાં લીધાં છે પરતું સભ્ય સમાજમાંથી બે પ્રકારના માણસો વિભાજીત થયેલાં જોવાં મળી રહ્યા છે એક તરફ આ મહામારી ના કપરાં કાળમાં અનેક લોકો કાળાબજાર થકી માનવતા ને શર્મસાળ કરી રહ્યા છે તો બીજી તરફ સાચાં કોરોના વોરીયર્સો સમાજમાં એક્તા અને દેશ નો દરેક નાગરિક પોતાનાં પરિવારનો હિસ્સો માની તેની મદદે આવી રહ્યા છે.
કોરોના કાળ દરમ્યાન સભ્ય સમાજમાં બે પ્રકારના માણસો વિભાજીત થયેલાં જોવાં મળી રહ્યા છે બન્ને સમાજમાં રહેલાં આ લોકોનાં વિચારોમાં આસમાન જમીનનો તફાવત જોવાં મળી રહ્યો છે એક તરફ લોકો કોરોના ની ઝપેટમાં આવ્યાં બાદ મોતનાં ખપ્પરમાં હોમાઇ રહ્યા છે ત્યારે તેની પરવા કર્યા વગર અમુક લાલચું લોકો કાળાબજાર થકી માનવતા ને શર્મસાળ કરી રહ્યા છે તેમણે મોતનાં મુખમાંથી બચવા પ્રયત્ન કરી રહેલાં લોકો પાસેથી માત્ર ને માત્ર પૈસા જ એઠવા છે ત્યારે બીજી તરફ એક એવો પણ સમાજ છે જેમાંથી આવતાં વ્યકિતઓ સાચાં અર્થમાં માનવતા મહેકાવી રહ્યા છે.
પોલીસ અધિક્શક ઉષા રાડા સુરત ગ્રામ્ય નાઓ દ્વારા તેમનાં વિભાગીય પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી રહેલાં પોલીસ કર્મીઓ તથાં તેમનાં પરીવાર માટે ચિંતા વ્યક્ત કરી હતી અને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.શાખાનાં પી.આઈ.ની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી હતી જેમને કર્મચારીઓ તથાં તેમનાં પરિવારનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તેની દેખરેખ રાખવાની કામગીરી સોંપવામાં આવી હતી જે અંતર્ગત પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશભાઈ ના માતા ને બે દિવસ અગાઉ "ઓ" પોઝીટીવ બ્લ્ડ ની જરુરીયાત સર્જાતાં પલસાણા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઇ દ્વારા બ્લ્ડ ડોનેટ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ફરીથી ગતરોજ કોન્સ્ટેબલ મહેશભાઈ ના માતા ને "ઓ" પોઝીટીવ પ્લાઝમા બ્લ્ડ ની જરુરીયાત ઉભી થતાં નોડલ ઓફિસર ના સંકલન દ્વારા પલસાણા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. શ્રી પી.સી.સરવૈયા દ્વારા પોતે જાતે સુરત ની સેવયર બ્લ્ડ બેન્કમાં પોતાનું "ઓ" પોઝીટીવ પ્લાઝમા બ્લ્ડ નું ડોનેશન કરી ડિપાર્ટમેન્ટ તેમજ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું જેથી કરીને આવાં કપરાં કાળમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ એક પ્રકારની પારિવારિક ભાવનાં પ્રસરી જવાં પામી હતી.