ચલથાણ : મોબાઇલ સ્નેંચીંગ કરનાર રીઢા ચોર ને એલ.સી.બી. ટીમેં ઝડપી પાડ્યો

સુરત શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મોબાઇલ સ્નેંચીંગ ના અસંખ્ય ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી એવાં આકાશ ઉર્ફે બબલુ ને સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમ દ્વારા બાતમી આધારે  બગુમરા ગામ નહેર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
રોડ ઉપર ચાલતાં જતાં રાહદાળીઓ પાસેથી મોબાઇલ ઝુંટવી ભાગી જતાં રીઢા ચોર ને એલ.સી.બી. ટીમ દ્વારા બાતમી આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો મોબાઇલ સ્નેંચીંગ ના માહીર ઈસમ એવાં આકાશ ઉર્ફે બબલુ ભીમરાવ બહારે માત્ર ૧૮ વર્ષની ઉંમર સુધીમાં ૧૯ જેટલાં ગુનાઓ નોંધાવા પામ્યા છે આરોપી ને પલસાણા તાલુકાનાં બગુમરા ગામ ખાતે આવેલ નહેર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી મુળ મધ્ય પ્રદેશ ના સેંદવા જિલ્લામાં આવેલ મળગાંવ નો રહેવાસી છે જે હાલમાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામ સર્વોત્તમ હોટલનાં પાછળનાં ભાગે આવેલ હરીક્રિષ્ના સોસાયટીમાં રહીં ડી.જે વગાડવાનો ધંધો કરી રહ્યો હતો.
સુરત ગ્રામ્ય એલ.સી.બી.શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે.ખાચર સાહેબનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલાં શરીર તેમજ મિલ્કત સંબધિત ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત એલ.સી.બી.પોલીસ ટીમ પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરસુભાઈ નાનજીભાઈ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ સંગ્રામભાઈ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળતા આરોપી ને બગુમરા ગામ નહેર પાસેથી તેની સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર GJ - ૫ - ET - ૪૪૬૧ સાથે ડબોચી લેવામાં આવ્યો હતો આરોપી આકાશ વરાછા પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ જાહેર કરાયેલ છે તેમજ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે મોબાઇલ સ્નેંચીંગ ના માહીર આરોપી ઈસમ એવાં આકાશ ઉર્ફે બબલુ ઉપર સુરતનાં વરાછા, અડાજણ, સરથાણા,લિંબાયત,અમરોલી તેમજ કતારગામ જેવાં વિસ્તારોમાં મોબાઇલ સ્નેંચીંગ ના ૧૯ જેટલાં ગુનાઓ નોંધાવા પામ્યા છે આરોપી ની ઉલટ તપાસ દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઇલ સ્નેંચીંગ ગુનામાં નાસતો ફરતો હોવાનું કબુલ્યું હતું આકાશ ઉર્ફે બબલુ ઉપર આ તમામ ગુનાઓ વર્ષ ૨૦૧૮ થીં અત્યાર સુધીમાં નોંધાયેલા છે ઝડપાયેલા આરોપી પાસેથી બે મોબાઇલ, એક મોટરસાઈકલ મળી કુલ ૪૫ હજાર ૫૦૦ રુપિયા નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો હાલ તો એલ.સી.બી.પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને પલસાણા પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.