ચલથાણ : રાસાયણિક ખાતર ઉપરની જૂની સબસિડી યથાવત રાખવાનો નિર્ણય

કેન્દ્ર સરકાર તરફથી રાસાયણિક ખાતર ઉપરની જૂની સબસિડી યથાવત રાખવાનો નિર્ણય ખેડુતો માટે રાહતનાં સમાચાર લાવ્યાં હતા જેને લઈને સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ દ્વારા આ નિર્ણય ને આવકારવામાં આવ્યો હતો પરતું આ સાથે જ કૃષિ કાયદામાં ફેરવિચારણા તેમજ વાવાઝોડાં ને પગલે દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને થયેલ નુકસાનીના આંકલન દ્વારા તેમને યોગ્ય સહાય નક્કી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને ઉપયોગી તેમજ પાયાનું ખાતર મનાતું DAP ફર્ટિલાઈઝર પર સબસિડી વધારી હોવાનાં સમાચાર પ્રાપ્ત થયા છે જેને લઈને સુરત જિલ્લા ખેડૂત સમાજનાં પ્રમુખ દ્વારા સરકારશ્રી ના નિર્ણય ને આવકારવામાં આવ્યો હતો ચોમાસા પહેલા ખેડુતોને રાહતનાં સમાચાર આવ્યા હતા જેથી વાવણી સમયે ખેડૂતોને ચોક્કસપણે રાહત નિવડશે જોકે ખેડૂત સમાજનાં પ્રમુખ પરિમલભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આ જ પ્રમાણે સરકારે ખેડૂતોનાં ક્રૃર્ષી કાયદાના નિર્ણય ઉપર પણ ફરીથી ફેરવિચારણા કરવાની જરૂરત છે ખેડૂતોનાં હીતમાં લેવામાં આવેલ નિર્ણય આવકાર્ય છે જ્યારે બીજી તરફ પલસાણા તાલુકાનાં એનાં, ગોટીયા તેમજ તુંડી સહિતનાં ગામડાઓમાં ખેડૂતોને વાવાઝોડાં ને પગલે ભારે નુકશાન થયું છે જેથી ખેડૂત સમાજનાં પ્રમુખ પરિમલભાઈ પટેલ તેમજ એનાં ગામનાં ખેડૂત કે જેમણે કેળાં ની ખેતી કરી હતી તેમનાં ખેતરમાં ઊભી કેળ ની ખેતી વાવાઝોડું ત્રાટકતાં સદંતર જમીન્દોસ્ત થવાં પામી હતી જેથી તેઓ માંગ કરી રહ્યા છે કે સરકારશ્રી દ્વારા સર્વે કરી દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો માટે યોગ્ય સહાય પેકેજ નક્કિ કરે જેને લઈને આજરોજ ખેડૂત સમાજ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીશ્રી ને ઉદ્દેશીને બારડોલી પ્રાંત સાહેબ ને આવેદન પત્ર પણ આપવા જઈ રહ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતીં.