ચલથાણ : વાકાનેડા ગામ ખાતે વર્ષો જુનાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

પલસાણા તાલુકાનાં વાકાનેડા ગામ ખાતે ૩૦૦ વર્ષ જુનાં મંદિર ના જીર્ણોદ્ધાર સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ભગવાન શ્રી કેદારેશ્વર મહાદેવ ના આશીર્વાદ થીં સમસ્ત વાકાનેડા ગામ પરિવાર દ્વારા ચાર દિવસ સુધી ભગવાન ભોળાની ભક્તિમાં લીન બનતાં આનંદ સાથે શાંતિ ની અનુભૂતિ કરી હતી.
પલસાણા તાલુકાનાં વાકાનેડા ગામ ખાતે આવેલ ત્રણ સદી જૂનાં સુપ્રસિદ્ધ શ્રી કેદારેશ્વર મહાદેવ નું પ્રાંગણ દેવાધી દેવ મહાદેવ ના આશીર્વાદ થીં નવ નિર્માણ સાથે તૈયાર થઈ ગયું છે સફેદ દૂધ ની ધારા જેવું શુદ્ધતા ની પ્રતિતી કરાવતું મંદિર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતું સ્પષ્ટ પણે જોઈ શકાય છે ત્યારે સમસ્ત વાકાનેડા ગામ પરીવાર દ્વારા મંદિર ના જીર્ણોદ્ધાર સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ઉત્સાહ તથાં ઉમંગ સાથે તડામાર તૈયારીમાં વાકાનેડા ગામનાં સરપંચ કુંનાલસિંહ, ગામનાં યુવાનો તેમજ વડીલ આગેવાનો સહીત મહીલાઓ જોતરાઇ ગઈ હતીં અને ત્રિશૂળધારી ભોળાનાથ ની ક્રીપાવર્ષા મેળવી ધન્યતા અનુભવી હતી.
ગામનાં આગેવાનોનાં જણાવ્યા પ્રમાણે લગભગ ત્રણસો વર્ષ જૂનાં આ મંદિરમાં દેવાધી દેવ ભગવાન શીવ કેદારેશ્વર મહાદેવ સ્વરૂપે સાક્શાત બિરાજમાન છે મંદિર સાથે એક શીવભક્ત સાધુ ની લોક વાયકા પણ એટલી જ પ્રચલીત મનાઈ છે ત્યારે સ્થાનીક ભુદેવોની સાથે સાથે ભગવાન શિવની નગરી કાશીથી પણ ખાસ પુજા અર્ચના સમ્પન્ન કરવા માટે બ્રાહ્મણો  બોલાવવામાં આવ્યા હતા જેમનાં દ્વારા શાસ્ત્રોક્ત સંસ્કૃત શ્લોકો સાથે માતાજી તેમજ ભગવાનની મૂર્તિઓમાં પ્રાણ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો ભોળાની નગરી કાશીથી પધારેલ ભુદેવો દ્વારા ભગવાનની મૂર્તિઓનું અનુષ્ઠાન કરતી વેળાએ વાકાનેડા ગામમાં અનેરી શાંતિ સાથે પવિત્રતા પ્રસરી જવાં પામી હતી.
ભુરા રંગના આકાશમાંથી દેવો જ્યારે નીચે ધરતી પર નિહાળશે ત્યારે સફેદ રંગે રંગાયેલા શુદ્ધતા ની પ્રતિતી કરાવતું મંદિર દેવો ને પણ આકર્ષિત કરશે ત્રણ સદી થીં વાકાનેડા ગામનાં રાજપૂત સમાજનાં શુરવીરો ની ગાઠાને સાક્શાત કેદારેશ્વર મહાદેવે નિહાળી છે ત્યારે મંદિર ના ગુબત પર રાજપૂત સમાજનું ગૌરવ તેમજ બલિદાન નું પ્રતીક ગણાતાં કેંસરી રંગની ધજા લહેરાતા જોઈ વાકાનેડા ગામ સમસ્ત પરીવારો તેમજ દર્શનાર્થીઓ પર શિવ પોતાની આશીર્વાદ રૂપી વર્ષા વરસાવશે જેની અનુભૂતિ આધ્યાત્મિક રૂપે શિવ રંગે રંગાયેલા ભક્તો ચોકકસ પણે અનુભવશે.