જેતપુર : થાણા ગાલોલ ગામે એક જૈવિક ખેતી માટે નો સેમિનાર યોજાયો

ખેડૂતો કુદરતી અને જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જૈવિક ખેતી કરી ને વધુ સારું ખેત ઉત્પાદન મેળવે તે માટે આજે જેતપુર તાલુકા ના થાણા ગાલોલ ગામે એક જૈવિક ખેતી માટે નો સેમિનાર યોજાઈ હતો, થનગાલોલ ના પ્રગતિ શીલ ખેડૂત અશ્વિનભાઈ માથુકીયા કે જે પોતે પ્રગતિશીલ ખેડૂત છે અને થાણાગાલોલ માં જૈવિક ખેતી કરે છે અને અલગ અલગ પાકો નું બમ્પપર ઉત્પાદન કરે છે, અશ્વિનભાઈ પોતા ના ખેતર માં સુભાસ પાલેકર આધારિત એકટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં ગામ ના છાણ મૂત્ર સહીત ના પ્રાકૃતિક ખાતર સાથે ખેતર માં પાક ઉગાડવા માં આવે છે, સાથે અહીં પ્રાકૃતિક રીતે પકવેલ પાક ને બજાર માં કેવી રીતે વેચાણ કરવું વગેરે નું પણ અહીં આજે માગર્દર્શન યોજાયેલ હતું, જેમાં ખેડૂતો ને ઓનલાઇન પાક નું વેચાણ કેમ કરવું વગેરે નું પણ માર્ગદર્શન આપવા માં આવેલ હતું, યોજાયેલ આ સેમિનાર માં ગુજરાત ભર માં થી 200 થી વધારે ખેડૂતો એ ભાગ લીધો હતો અને આ સેમિનાર માં પ્રાકૃતિક ખેતી કેમ કરવી અને તેના દ્વારા ઉત્પન્ન થયેલ પાક ને ખેતર માં થી કાપણી કરી ને પછી તેનું મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ બનાવવી અને અનેક ગણી કમાણી કેમ કરવી તે અંગે અહીં આજે ખેડૂતો ને વિસ્તૃત માર્ગદર્શન આપવા માં આવેલ હતું, અહીં ખાસ કરી ને અશ્વિનભાઈ એ પોતના ખેતર માં પ્રાકૃતિક રીતે પકાવેલ હળદર સરગવો વગેરે માંથી વિવિધ પ્રોડક્ટ અને દવા બાનાવી ને ઓનલાઇન માર્કેટિંગ અને વેચાણ કેમ થાય છે તે અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી, ગુજરાત ભર માં થી અહીં આવેલ ખેડૂતો પણ પ્રભાવિત થયા હતા એન પ્રાકૃતિક ખેતી અને અપનાવવા ઉપર ભાર મુકેલ હતો