જેતપુર : સરદાર વલ્લભ ભાઈ પટેલની 146 મી જન્મજ્યંતીની ઉજવણી

જેતપુરમા આજે સરદાર વલ્લભ ભાઈ પટેલ ની 146 મી જન્મજ્યંતી નિમિતે જેતપુર સુરક્ષા સેતુ અંતર્ગરત એકતા પરેડ નું આયોજન કરવામાં આવ્યું
જેતપુર મા આજે સરદાર વલ્લભ ભાઈ પટેલ ની 146 મી જન્મજ્યંતી નિમિતે ભારતીય એકતા દિવસ ની યાદમાં આજે જેતપુર સુરક્ષા સેતુ અંતર્ગત જેતપુર સીટી પોલીસ દ્વારા એકતા પરેડમાર્ચ પોસ્ટ નું આયોજન કરવામાં આવેલ આ એકતા પરેડ માર્ચ પોસ્ટ સરદાર ચોક મા સરદાર વલ્લભ ભાઈ ની પ્રતિમા ને જેતપુર નાં મહાનુભાવો દ્વારા હારતોરા કરવામાં આવેલ ત્યાર બાદ જેતપુર નાં મહાનુભાવો દ્વારા પોલીસ પરેડ ને ફ્લેગ આપવામાં આવી હતી આ એકતા પરેડમાર્ચ પોસ્ટ સરદાર ચોક થી તીન બત્તી ચોક સુધી પરેડ યોજવામાં આવેલ જેમાં જેતપુર નાં ઉદ્યોગ પતિઓ તેમજ નગરપાલિકા પ્રમુખ સહીત નાં મહાનુભાવો હાજર રહી પરેડ ને સલામી આપી હતી