જૂનાગઢ : કેશોદમાં સરદારની 146મી જન્મ જયંતિની ઉજવણી

કેશોદના શરદ ચોક ખાતે સરદાર વલ્લભ ભાઈ પટેલના સ્ટેચ્ચું ને કેશોદના વેપારીઓ તેમજ ભાજપના આગેવાનો તેમજ ન .પા. પ્રમુખ લાભુબેન પીપલીયા તેમજ અર્જુનભાઇ પાઘડાર ભરતભાઇ વડાલીયા તેમજ અન્ય લોકો દ્વારા શરદ ચોક ખાતે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાજલી તેમજ સૂતર આંટી પહેરાવી અને 147 માં જન્મ દિવસ ની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સંપૂર્ણ ભારત માં 31 મી ઓક્ટોમ્બર એટલે સરદાર પટેલ સાહેબ ની જન્મ જ્યંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સરદાર પટેલ સાહેબ નું ભારત ની આઝાદી માટે મુખ્ય યોગદાન રહ્યું હતું જેઓએ 562 રજવાડાંઓને કોઈપણ એક વ્યક્તિએ 90 દિવસ ની અંદર એક કરનાર હોય તેવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ હતા જેઓ દ્વારા 562 રજવાડાંઓને એક કરી લોકોના હૃદયસમ્રાટ બની લોકો ના હૃદય માં વસી ચુક્યા છે જે દિવસ ને લોકો આજે પણ યાદ કરી અને આ લોકો જન્મ જ્યંતીની ઉજવણી કરતા ભૂલતા નથી સરદાર વલ્લભભાઇ ના જન્મ દિને લોકોએ પુષ્પાજલિ આપી અને કોટી કોટી પ્રણામ કર્યા હતા