જૂનાગઢ : ગીરનાર સ્થિત ભવનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું

કોરોનાના કપરા સમયમાં સરકાર દ્વારા મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા ઘણા લાંબા સમય બાદ અને કોરોનાના કેશો ઓછા થતાં સરકારશ્રીએ મંદિરોને ખોલવા માટેની છૂટ આપી છે ત્યારે જૂનાગઢ ગિરનારના સાનીઘ્યમાં આવેલ ભગવાન ભવનાથ ના દર્શને ભાવિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ભાવિક ભક્તો શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી શકશે ત્યારે ભવનાથ આવેલ ભારતી આશ્રમના મહંત ભારતીબાપુ બ્રહ્મલીન થયાને બે મહિના છે. ભવનાથના સંતો મહંતો , સાધુ ગણ અને ,હરિગીરીજી મહારાજ હરિહરાનંદ મહારાજ ,ઇન્દ્રભારતી મહારાજ મહામંડલેશ્વર  મહેન્દ્રગીરી મહારાજ ,ચાપરડા થી મુકતાનંદ બાપુ , ગૌરક્ષ આશ્રમ થી શેરનાથબાપુ .હાજર રહી ભારતી આશ્રમ ખાતે ભારતી બાપુ ને શ્રધાંજલિ પાઠવી હતી. સરકાર ની ગાઈડલાઈન મુજબ રોપ - વે તેમજ મંદિરો ખોલવામાં આવ્યા છે.