જૂનાગઢ : ગીરમાં વન્યપ્રાણીઓનો શિકાર કરતી ઈસમોની ટોળકી ઝડપાઈ

થોડા ઘણા સમય થી ગીર વિસ્તાર માં સિંહ ની પજવણી ,અને ગેરકાયદેસર લાઇન શો બતાવવાના કિસ્સાઓ બનતા આવ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા શિકારી ગેંગ સક્રિય થઈ હતી.સુત્રાપાડા તાલુકાના પ્રાંચી નજીકના ખાભા ગામમાં કોઇ અજાણ્યા વ્યકિતને વન્યપ્રાણી સિંહ દ્વારા ઇજા અંગેનો મેસેજ મળતા સ્થાનીક સ્ટાફ મા દોડધામ મચી ગઈ હતી.બીજી બાજુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જો વનવિભાગ એવા બડિંગા માટે છે કે સઘન પેટ્રોલિંગ ચાલુ હોય છે તો કેમ શિકારી જંગલ મા ધૂસી શકે છે કે તેની પૂછપરછ કરવામાં નથી આવતી.સમગ્ર વાસ્તવિકતા જ્યારે સામી આવી ત્યારે શિકારી એ શિકાર માટે ફાસલો રાખ્યો હતો તે ફાસલામાં એક સિંહ બાળ ફસાઈ ગયું હતું અને અચાનક સિંહણે આવી શિકારી પર હુમલો કરતા શિકારી ઈજાગ્રસ્ત થયો હતો. ઇજા પામનાર વ્યકિત તે સ્થળે મળી આવેલ ન હતા પરંતુ વન વિભાગના સ્થાનિક સ્ટાફ ધ્વારા સ્થળ તપાસ કરતા વિસ્તારમાં એક સિંહ બાળનું પગ ફાસલામાં ફસાયેલ જોવા મળેલ હતો .
ફસાયેલ સિંહ બાળને તાત્કાલીક વેટરનરી ડોકટરની ટીમ બોલાવી ને રેસ્કયુ કરી ફાસલામાંથી સિંહબાળને મુકત કરવામાં આવેલ હતો. , ફાસલા આશરે ૪ વ્યાસના હતા . સિંહ બાળને એજ દિવસે સાંજે એજ વિસ્તારમાં માદા સિંહણ સાથે ભેગા કરવામાં આવ્યુ હતું. આ વિસ્તારમાં જે માણસને ઇજા થયેલ હતી તેઓ તાલાળા ખાતે સરકારી દવાખાનામાં પ્રાથમીક સારવાર લઇ ત્યાંથી તેઓના સંબધીઓ સાથે વન વિભાગ કે પોલીસ વિભાગને જાણ કર્યા વગર ભાગી છુટેલ હતો. જેના આધારે તેઓ ઉપર શંકા થતા વંથલી પોલીસ ની મદદથી તેમને જુનાગઢ નજીક વાડલા ફાટક પાસે ઓળખ કરી ત્રણ બીજા સંબધીઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા, ઇજાગ્રસ્ત માણસને વધુ સારવાર અર્થે સિવીલ હોસ્પીટલ જુનાગઢ ખાતે દાખલ કરવામાં આવેલ અને અન્ય ત્રણ ઇસમોથી પુછપરછ કરતા . ઇજાગ્રસ્ત માણસની ઓળખાણ હબીબભાઇ સમશેરભાઇ પરમાર ઉં- ૬૦ અને તેઓના સંબધીઓની ઓળખાણ (૧ ) અસમલભાઇ સમશેરભાઇ પરમાર , ( ર ) રાજેશાભાઇ મનસુખભાઇ પરમાર , ( ૩ ) મનીબેન હબીબભાઇ પરમાર , આરોપીઓ સુરેન્દ્રનગરના થાનના હોવાનું જાણવા મળ્યું હતું . ફાસલામાં ફસાયેલ સિંહ બનાવના વિસ્તારમાં સ્થળ તપાસ દરમ્યાન કુલ ૪ ફાસલા જોવા મળ્યા હતા . જેમાંથી એક ફાસલમાં સિંહબાળ ફસાયેલ હતો તેમજ એક અન્ય ફાસલામાં શીયાળ ફસાયેલું જોવા મળેલ આ ફાસલાઓ માપમાં નાના.અને તેમાં સિંહ વાધ માટે વપરાતા ફાસલાઓ જેવા દાંત કે માપસરની મજબુતી પણ ના હતી. . આ લોકો દંગા નાખીને રહેતા તેવુ સ્થાનીક તપાસમાં ધ્યાને આવેલ. આ લોકો તા.૦૩ જાન્યુ. ના વહેલી સવારે તે વિસ્તારમાંથી નાસી ગયેલ છે. તેવુ સ્થાનીકો દ્વારા જાણતા. જુનાગઢના વાડલા પાસેથી મળેલ ત્રણ ઇસમોથી સધન પુછપરછ દરમ્યાન તેઓએ જણાવેલ કે તેઓ તેમના અન્ય સાથીઓ સાથે ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં જીલ્લા - ગીર - સોમનાથ ) છેલ્લા અમુક સમયથી દેશી આયુર્વેદિક ઓષધીઓના વેચાણ કરી દંગા બનાવીને કામ કરી રહૈલ હતા . પુછપરછના આધારે તેઓના સાથીઓ ઉના / ભાવનગર તરફ નાસી ગયેલ હોય તેવું જાણવા મળેલ જે અંગે પોલીસના SOG મદદથી સધન તપાસ હાથ ધરવામાં આવેલ . મોબાઇલના લોકેશનના આધારે તેઓના સાથીઓને ભાવનગર જીલ્લાના શિહોર વિસ્તાર તેમજ ભાવનગર શહેર વિસ્તારમાંથી ઝડપી પાડેલ હતા.
શિહોર વિસ્તારમાંથી કુલ - રપ ઇસમો!ની તપાસ કરવામાં આવેલ હતી . ભાવનગર શહેરના નારી ચોકડી વિસ્તારમાંથી ઝડપાયેલ ઇસમ પાસેથી લોંખડની ફાસલો બુરા કપડાથી મઢેલું અને સાંકળ બાંધેલ અને અન્ય લગત સાધન સામગ્રીઓ કન્ને લેવામાં આવેલ . ઝડપાયેલ ઇસમો સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામે તેમજ બે ઇસમો જુનાગઢ જીલ્લાના ડુંગરપુર વિસ્તારના રહેવાસીઓ તેવુ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ . તેમજ શિહોર વિસ્તારમાંથી પકડાયેલ ઇસમો પાસેથી પણ લોખડના છરી , લગત સામગ્રી અને પ્રાણીના અવશેષો માંસ , હાડકા ) મળી આવેલ વધુમાં પાલીતાણાના બગદાણા ગામના ચેકીંગ દરમ્યાન વધુ ચાર ઇસમોની અટક કરવામાં આવેલ અને તેઓ પાસેથી ફાસલા / અન્ય સાધન સામગ્રીઓ તેમજ વન્યપ્રાણીના અવશેષો માંસ , હાડકા ) મળી આવેલ હતા . આ તમામ ઇસમોને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -૧૯૭ ર હેઠળની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી જુનાગઢ વન વિભાગ , ભાવનગર વન વિભાગ અને શૈત્રુજી વન્યજીવ વિભાગ ધ્વારા નામદાર કોર્ટ સમક્ષ જુ કરવા અંગેની આનુસાંગીક કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે વધુમાં વનવિભાગના અધિકારી એ જણાવ્યું હતું કે આ પકડાયેલ ઇસમો પાસેથી મળેલ શંકાસ્પદ સાધન - સામગ્રી વધુ તપાસ માટે ફોરેન્સીક તપાસ અર્થે મોકલવામાં આવશે . આમ આ સમગ્ર પ્રકરણ માં પ્રથમ દષ્ટિએ એક જ વિસ્તાર ના ઈસમો દ્વારા આપસી સહકાર થી નાના વન્યપ્રાણીઓના શિકાર કરતા હતા. તે પ્રાથમિક તપાસ માં જણાઈ આવેલ છે . વધુમાં ઉપરોક્ત ઇસમો પાંરમપરીક દવા , તેલ અથવા સારવાર માટે ઔષધીઓ કે નાના વન્યપ્રાણીઓ જેવા કે સાંડા . શીયાળ જેવા શિકાર કરતા હોય તેમ જણાય છે . વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસના કારણે ખુબજ ટૂંકા સમયગાળા માં આ કેસ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઇસમોને બુહદ ગીર વિસ્તારો માંથી ઝડપી લેવામાં સફળતા મળી છે.પરંતુ અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માં પણ શિકારના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે વનવિભાગ કેટલું સક્રિય થશે એતો આવનાર સમય નક્કી કરશે.