જુનાગઢ : પ્રેસ ક્લબ દ્વારા ચકલીનાં માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

કેશોદના ધારાસભ્ય ડીવાયએસપી નગરપાલિકા પ્રમુખ સહીત તમામ રાજકીય પક્ષોના હોદ્દેદારો સામાજીક કાર્યકરોની ઉપસ્થિતિમાં દાતાશ્રીઓના વરદ હસ્તે ચકલીના માળા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ શુભારંભ કરવામાં આવ્યો હતો
કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં પ્રેસ ક્લબ દ્વારા ચકલીનાં માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્લોબલ વોર્મિંગ અને મોબાઇલ ટાવરનાં કિરથી ચકલીઓની ચીચીયારીઓ સ્મરણ બની ગયેલછે ત્યારે ચકલીઓ બચાવવાનાં અભિયાન અંતર્ગત વિનામૂલ્યે ચકલીઓનાં માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ પ્રેસ ક્લબનાં પ્રમુખ ગોવિંદ હડિયા સહિતના હોદ્દેદારો સભ્યો તથા અન્ય પત્રકાર મિત્રો હાજર રહ્યા હતાં. કેશોદના શહેરીજનોએ પણ અનેરો ઉત્સાહ દાખવ્યો હતો માત્ર બે કલાકમાં જ એક હજાર માળા અને કુંડાનું વિતરણ કરાયું હતું. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ, ડીવાયએસપી જે. બી. ગઢવી તમામ રાજકિય પક્ષના હોદેદારો સામાજીક કાર્યકરો સહિતના શહેરના આગેવાનો હાજર રહીને કેશોદ પ્રેસ ક્લબનાં કાર્યને બિરદાવ્યું હતું અને દાતાશ્રોએ પણ ઉદાર હાથે તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો દાતાશ્રીઓને વરદ હસ્તે વિતરણ શુભારંભ કરવામાં આવ્યો હતો
કેશોદ પ્રેસ ક્લબ દ્વારા કેશોદ શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવતી હોય છે, જેનાં કારણે એક અલગ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરીછે સમાજ સેવા સાથે સામાજીક પ્રવૃત્તિના કાર્યક્રમોના આયોજનથી તાલુકાભરના લોકો કેશોદ પ્રેસ ક્લબની ટીમને બિરદાવી રહયાછે