જૂનાગઢ : બહુજન સમાજ પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે વિકી સોલંકીની નિમણુંક

જુનાગઢ કાળવા ચોક બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે બહુજન સમાજપાર્ટી દ્વારા જૂનાગઢ ના યુવા નેતા અને સમાજ માટે હર હંમેશ ઊભારહેતા વિકીભાઈ સુરેશભાઈ સોલંકી ને જૂનાગઢ જિલ્લાના બહુજન સમાજપાર્ટીના પ્રમુખ જેન્તીભાઇ સોલંકી દ્વારા બહુજન સમાજપાર્ટી ના શહેર અધ્યક્ષ તરીકે  નિમણુક કરી પાર્ટી નો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે વિકિભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે મારા સમાજની તેમજ દરેક સમાજના યુવાનોને મદદરૂપ થવા અને જ્યારે પણ કામ પડે ત્યારે તેમની સાથે ઉભા રહી સૌના સાથ અને સહકારથી લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહીશ વધુમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લાના પ્રમુખ જેન્તીભાઈ સોલંકી પણ જણાવ્યું હતું કે બદલતા સમય સાથે સમાજને યુવા અને બાહોશ વ્યક્તિની જરૂર છે જે સમાજનો પડછાયો બની ખરા સમયે લોકોને કામ આવી લોકોની મદદ કરી સેવાકાર્ય કરી શકે.