જૂનાગઢ : મૂસ્લિમ કબ્રસ્તાનમાંથી લાકડા કેશોદ સ્મશાને પહોચાડતી કબ્રસ્તાન કમિટી

જૂનાગઢ જિલ્લા ના કેશોદ ના કબ્રસ્તાન માં પડેલ સૂકા લાકડાઓ ને હિન્દૂ સ્મશાન માં મોકલી અને હિન્દૂ મુસ્લિમ એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું .
ભલેઆજે માણસ થી માણસને દૂર રાખવાની નોબત આવી હોય પરંતુ માનવતાને માનવતાથી નજીક જરૂર કરી આપી છે,
કેશોદ મૂસ્લિમ કબ્રસ્તાનમા પડેલા સૂકા લાકડા કબ્રસ્તાન કમીટી એ સ્મશાનમાં પહોચાડી દેવાનું નક્કી કર્યું અને નગરપાલિકા કર્મચારી પંકજબાપૂને વાતકરી તેઓએ નગર પાલિકા , કેશોદ ના j c b અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરીઆપી એક ઉમદા ઉદાહરણ રૂપ કાર્ય ને અંજામ આપ્યું છે
આજે જ્યારે કૂદરતના કહેરથી માનવજાત પાંગળી થય છે ત્યારે "માનવતા" દ્ર્ઠતાસાથે બરકરાર છે તેનૂ જીવંત ઉદાહરણ કેશોદ મુસ્લિમ કબ્રસ્તાન કમીટી ના સભ્યોએ સ્મશાનમાં લાકડા પહોચાડીને " માનવતા એજ પર્મોધર્મ " હોવાનૂ દ્રષ્ટાંત પૂરૂપાડેલ છે