જૂનાગઢ : રેશ્મા પટેલ દ્વારા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રેશ્મા પટેલ દ્વારા જૂનાગઢ જિલ્લા નો ગામડાઓમાં અને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે Coid દર્દીઓ માટે સારી સારવાર અને વધુ સગવડ વધારવા જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગૌરવવંતા ગુજરાતમાં માણસો ના જીવ ની કોડીની કિંમત કરી દીધી છે . રેશ્મા પટેલ દ્વારા જૂનાગઢ કલેકટર ને આવેદન આપતા રજૂઆત કરવામાં આવી હતી કે જુનાગઢ ના સિવિલ હૉસ્પિટલના કીરોના વિભાગમાં ખુબજ વેઈટીંગમાં રહેવું પડે છે અને ગામડાઓ ની ગરીબ જનતા પોતાનો જીવ મિનિટોમાં ગુમાવે છે જૂનાગઢ જિલ્લા માટે નીચે જણાવેલ Covid19 માટે ની સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરી આપો અને આ માંગણીઓ ને ગંભીરતાથી ધ્યાનમાં આવનાર દિવસોમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે " આમરણ ઉપવાસ " ઉપર બેસીસ અને ઉપવાસ દરમિયાન મને શારીરિક હાનિ અથવા મારુ મૃત્યુ થાય તો જવાબદાર " ગુજરાત સરકાર " અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી " તથા જૂનાગઢ કલેક્ટરશ્રી તથા ભારત સરકાર રહેશે તેની ખાસ નોંધ લેવી .જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં વેઇટિંગ " ઝીરો " થાય એ માટે તમામ સગવડ જેમકે ઓક્સિજન , બેડ , વેન્ટિલેટર , રેમડેસીવીર , જેવી તમામ જરૂરી દવાઓની તાત્કાલીક વ્યવસ્થા કરી આપો . જૂનાગઢ જિલ્લા ના તમામ તાલુકા મથકો ઉપર Coid 9 ના જે સેન્ટરૌ છે ત્યાં પણ વેન્ટિલેટર , ઓક્સિજન બેડ , રેમડેસીવર , જેવી દરેક દવાઓ સહીતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં તાત્કાલિક કરી આપો . તમામ ગામડાઓના આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન , બેડ અને દવાઓ સાથે ની પ્રાથમિક સુવિધા કરી આપો જેથી કરી ગામડાઓ ની પ્રજા ને શહેરો સુધી પ્રાથમિક તબક્કામાં દોડવું ના પડે અને કોરોના સ્પેડ નો ભય પણ ઓછો થાય .વધુમાં રેશ્મા પટેલે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં જો આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો જૂનાગઢ સિવિલ હૉસ્પિટલ ખાતે " આમરણ ઉપવાસ આંદોલન પર બેસી જઇશ અને મને કંઈ થયું કે મારુ મૃત્યુ થયું તો તેની જવાબદારી ગુજરાત સરકાર અને ગુજરાત ના મુખ્યમંત્રી અને ભારત સરકાર અને જૂનાગઢ કલેક્ટરશ્રી રહેશે