જૂનાગઢ : શાપુરના ટીનુંભાઈ ફળદુએ મન કી બાત કાર્યક્રમ યોજ્યો

જૂનાગઢ શાપુર ના ટીનુંભાઈ ફળદુ એ બહોળી સંખ્યા ની ઉપસ્થિતમા ' મન કી બાત ' કાર્યક્રમ યોજી શાપુર વિસ્તાર ના લોકો ને પોતે કરેલા કામો નો હિસાબ આપ્યો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપ થી નારાજ થઈ પોતાના કાર્ય કરતો સાથે કોંગ્રેસ નો સાથ આપી .તાલુકા જિલ્લા પંચાયત માં શાપુર વિસ્તાર ના ઉમેદવારો ને જીતાડવા અને રાજકારણ મા પરિવર્તન લાવવા ' મન કી બાત ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહોળી સંખ્યા મા આજુ-બાજુ ના ગામના લોકો ઉમેદવારો ને પોતે કરેલા કામ નો હિસાબ આપ્યો હતો .અને જણાવ્યું હતું કે સરકાર તરફ થી અત્યાર સુધી કોઈ ગ્રાન્ટ મળી નથી.અને માત્ર વ્હાલા દવલા ની નીતિ નો ભોગ આ વિસ્તાર ને બનવું પડ્યું છે.અને આ વાત ને લઈ પોતે ભાજપ ના મહામંત્રી પદે થી રાજીનામું આપ્યું હતું.જ્યારે જ્યારે ચૂંટણી આવે છે.
ત્યારે ત્યારે ટીનુભાઈ ફળદુ ' મન કી બાત ' કાર્યક્રમ યોજી હિસાબો રજૂ કરે છે. શાપુર પટેલ સમાજ માં બહોળી સંખ્યામાં આજુ બાજુ ના ગામો માંથી લોકો ટીનુંભાઈ ફળદુ ને સાંભળવા આવ્યા હતા.અને આવેલા લોકો પણ ટીનુભાઈ ફળદુ ની વાત સાથે સહમતી દર્શાવી હતી.માત્ર વાયદા કે ખોટી વાતો નહિ પણ વાસ્તવિકતા થી કામો કરી લોકોમાં ચાહના મેળવનાર આ વ્યક્તિ એ વધુ મા જણાવ્યું હતું કે પોતે જ્યારે પોતાના ગ્રામ પંચાયત ના s ના દસ વર્ષ પૂરા કર્યા ત્યારે 95 લાખ રૂપિયા ભંડોળ એકઠું થયેલું જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ ની ચુંટણીમાં પોતાના મોટા ભાઈ શરદ ફળદુ અને તે વિસ્તાર ના ઉમેદવારો એ કોંગ્રેસમા ઉમેદવારી નોંધવી છે તેમને મત આપી વિજય બનાવવા પણ હાકલ કરી હતી. અને આવનાર દિવસોમાં આ વિસ્તાર ના વધુ મા વધુ કામો થશે એવી પણ લોકોને બાહેંધરી આપી હતી..