જૂનાગઢ : સ્વામિનારાયણ મંદિરે 12 વર્ષ બાદ કરાઈ રાજપોચાર વિધિ

જૂનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરે 12 વર્ષ બાદ 500 કિલો , સૂકી દ્રાક્ષ અને 500 કિલો ગુલાબના ફૂલની પાંખડીથી ભગવાનને રાજોપચાર વિધિ કરાઈ
જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ સ્થિત શ્રી રાધારમન દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ ,રણછોડરાઈ ત્રિકમરાઈ,અને સીધેશ્વર મહાદેવને 12 વર્ષ બાદ રાજોપચાર શાસ્ત્રોક્ત વિધિ સાથે 500 કિલો સૂકી દ્રાક્ષ અને 500 કિલો ગુલાબના ફૂલની પાંખડી તેમજ કાળી અને લીલી દ્રાક્ષથી અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ સંગીત, વાદ્ય, અને પ્રત્યક્ષ સ્વરૂપે નૃત્ય સહિતની વિધિ કરવામાં આવી હતી જેમા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બહારગામથી પધાર્યા હતા ,ભાવિકો તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહેલ સહિત બહોળી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના અભિષેકના દર્શન અને પૂજા તેમજ ભોજન પ્રસાદનો ધર્મલાભ લીધો હતો