જામકંડોરણા : કુમાર છાત્રાલય ખાતે એનસીસી ક્રેડેટ સાથે તાલીમ કેમ્પનું આયોજન કરાયું

જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે સૌરાષ્ટ્રના 200 એનસીસી ક્રેડેટ સાથે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી કુમાર છાત્રાલયના પટાંગણમાં ગુજરાત બટાલીયન એન.સી.સી.દ્વારા એન.સી.સી. કેડેટોનો 5 દિવસ તાલીમ કેમ્પ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં કેડેટો એ ભાગ લીધો હતો . આ કેમ્પમાં સૌરાષ્ટ્રના 200 એન.સી.સી. કેડેટ ભાઇઓને કેમ્પમાં ડ્રીલ , ફાયરીંગ , ટી.પી.સાંસ્કૃતિક કાર્યક્રમ વેપન ટ્રેનીંગ ફિલ્ડ ક્રાફટ , પર્સનાલીટી ડેવલપમેન્ટની સાથે લીડરશીપના ગુણો વિકસે તે માટેની તાલીમ આપવામા આવી હતી આ કેમ્પની સાથે કેમ્પ ફાયર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે . આ કેમ્પમાં કમાન્ડીંગ ઓફીસર ગુજરાત બટાલીયન ના કર્નલ સુમીર બિષ્ટ , કર્નલ , સુબેદાર મોહમ્મદ શોક્ત, રાજેન્દ્ર સિગ , કાનારામ , મનોજ કુમાર સહીત 21 પીઆઈ સાથે 200 એનસીસી ક્રેડેટ તાલીમ આપવામાં આવી રહી છે.