જામનગર : ખીજડા મંદિરમાં ખાસ રાજભોગ અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા

જામનગર હોળીના તહેવાર આદ્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં ખાસ રાજભોગ અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા છે.
જામનગર માં હોળીના તહેવાર નિમિત્તે જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં ખાસ રાજભોગ અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા છે. પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કોરોનાની મહામારી વચ્ચે હોળીના વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજ શ્યામાજી ને ભાતભાતના વિવિધ વાનગીઓ અને વિવિધ મીઠાઈ ફરસાણ ઉપરાંત સુકામેવા ના ભોગ ધરવામાં આવ્યા છે આજે સવારથી જ અહીં દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે અને રાજભોગ નો લાભ પણ લઈ રહ્યા છે. હોળી-ધૂળેટીના પર્વ એ ખાસ ધોળ-પદ નો અનેરૂ મહત્વ હોય છે ત્યારે લોકો ધોળ-પદ ના ગાયન સાથે ભગવાન સમક્ષ ભક્તિભાવ પણ કરી રહ્યા છે.