જામનગર : ખાનગી સ્વામિનારાયણ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની સંગ્રહખોરી

જામનગરમાં ખાનગી સ્વામિનારાયણ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની સંગ્રહખોરી-સામે નફાખોરીનું કારસ્તાન સામે આવ્યું છે, જામનગરમાં ખંભાળિયા રોડ પર આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ગઈરાત્રે રેમડેસીવીર સ્ટોક અંગે એસડીએમ અધિકારી આસ્થા ડાંગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા ગેરકાયદે સંગ્રહ કરેલા 22 રેમડેસીવીર ઈન્જેકશન મળી આવ્યા હતા દરેક ઇન્જેક્શન સાજા થઈ રજા આપી હોય અને મૃત્યુ થયુ હોય તે દર્દીઓના નામથી સરકારી તંત્ર પાસેથી ખોટા નામ આપી મંગાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.