ટ્રાવેલિંગ કેબ કંપનીઓ ઉપર સરકારનું નિયંત્રણ શું છે વાંચો

ટ્રાવેલિંગ કેબ કંપનીઓ ઉપર સરકારનું નિયંત્રણ શું છે વાંચો

મોટર વ્હીકલ એક્ટના નવા દિશા નિર્દેશ મુજબ ઓલા, ઉબર જેવી કેબ કંપનીઓને ભારત સરકરની નવી મોટર વાહન ગાઈડલાઈન્સથી મોટો ઝટકો લાગ્યો છે. નવા દિશા નિર્દેશ મુજબ ટેક્સી સંચાલન કરનારી કંપનીઓએ રાજ્ય સરકારો પાસેથી લાઈસન્સ લેવાનું રહેશે. સિસ્ટેમેટિક ફેલ્યોરથી પ્રવાસી અને ડ્રાઈવરની સુરક્ષાને સંકટ રહ્યું તો લાઈસેન્સ રદ્દ કરવામાં આવશે તેમજ રાજ્ય સરકારો ભાડુ નક્કી કરશે. દિશા નિર્દેશમાં એગ્રીગેટરને પરિભાષામાં શામિલ કરવામાં આવ્યું છે. આ માટે મોટર વ્હીકલ એક્સ 1988માં ફેરવવામાં આવ્યું છે. દરેક ટુર ઉપર ડ્રાઈવરને 80 ટકા ભાડુ મળશે તો કંપનીઓના ખાતામાં ફક્ત 20 ટકા જશે. એગ્રીમેન્ટમાં બેસ ફેયરથી 50 ટકા ઓછું લેવાની પરવાનગી રહેશે. પ્રવાસ રદ્દ કરવા પર મહત્તમ ભાડા પર 10 ટકા રહેશે પણ પ્રવાસી અને ડ્રાઈવર બન્નેને માટે 100 રુપિયાથી વધારે નહીં હોય. એગ્રીગેટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેવાને સર્વિસ માનવામાં આવશે જેનાથી નોકરી ઉભી થાય છે અને લોકોને પરિવહનની સુવિધા મળે છે. શેરિંગ સુવિધાથી ખપત ઘટશે સાથે ઈન્પોર્ટ બિલ ઓછું થશે ઉપરાંત વાહનોથી થનારા પ્રદૂષણના સ્તરમાં ઘટોડો થશે. જેનાથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહેશે। કારોબારી સંચાલન માટે રાજ્ય સરકારો દ્વારા રજૂ કરવામાં આવેલું લાઈસન્સ ફરજિયાત છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તેની જવાબદારી રાજ્ય સરકારોની રહેશે. ગાઈડલાઈન્સનો હેતું એગ્રીમેન્ટ માટે રાજ્ય સરકારો દ્વારા એક રેગ્યુલેટરી વ્યવસ્થા બનાવવાની છે. જેનાથી જવાબદારી નક્કી થાય છે। કેન્દ્રીય મંત્રાલયે રાજ્ય સરકારોને નવા દિશા નિર્દેશ લાગૂ કરવા કહ્યું છે.