ડાંગ : પેટ્રોલપંપ પાસે કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ

ડાંગ જિલ્લાનાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખની આગેવાનીમાં આજરોજ વહીવટી મથક આહવાનાં પેટ્રોલપંપ પાસે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.અહીં વિરોધ કરી રહેલાં કોંગી કાર્યકરોને આહવા પોલીસે ડિટેન કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં સતત પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશ-રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યો હતો.જેમાં ડાંગ જિલ્લાનાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં આહવા પેટ્રોલપંપ પાસે કોંગ્રેસે પ્રજાલક્ષી મુદ્દાઓને લઈ સરકારનો વિરોધ કર્યો હતો. સરકારનાં દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે ડાંગ કોંગ્રેસે આહવામાં આવેલ પેટ્રોલપંપ પાસે ભેગાં થઈ સરકારનો વિરોધ કર્યો હતો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિવિધ પોસ્ટરો સાથે ડાંગ કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.સાથે જ સરકારનાં વિરોધમાં નારાઓ બોલાવ્યા હતા.સોસીયલ ડિસ્ટનસિંગનાં પાલન સાથે કરી રહેલ પેટ્રોલ ડીઝલનાનાં વિરોધ પ્રદર્શન વેળાએ ડાંગ જિલ્લાની આહવા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા.