ડભોઇ : DCHC કારેલી બાગ ખાતે અમૃતપેય કાઢાનું વિતરણ કરવામાં આવ્યું

નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી ની કચેરી, વડોદરા દ્વારા પેંડેમિક એક્ટ અંતર્ગત હાલમાં મેડિકલ ઓફિસર ભીલાપુર ,વૈદ્ય સારિકા જૈન ની ડ્યુટી DCHC કારેલી બાગ ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે.
DCHC કારેલી બાગ ખાતે વૈદ્ય સારિકા જૈન દ્વારા ત્યાં દાખલ કોવિડ પોઝિટિવ દર્દીઓને તેમજ ત્યાં ઉપસ્થિત સ્ટાફને છેલ્લા ૩ દિવસ થી દરરોજ અમૃતપેય કાઢા નું વિતરણ કરવામાં આવેલ છે.તેમજ કોવીડ ના પ્રતિરોધાત્મક ઉપાય, કોવીડ થયેલ હોય તે દરમ્યાન અને કોવીડ થયા બાદ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે સમજ આપવામાં આવેલ છે.DCHC કારેલીબાગ ખાતે દાખલ થયેલ દર્દીઓને વૈદ્ય સારિકા જૈન તેમજ ડૉ. ગોપાલ પંચાલ દ્વારા પ્રાણાયામ તેમજ મુદ્રા શીખવવામાં આવી તેમજ તેનાથી થતા ફાયદા વિશે સમજ આપવામાં આવી અને નિત્ય કરવાથી ફેફસા ની ક્ષમતા ને વધુ સારી કરી શકાય તે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.આ ઉપરાંત સાવચેતી ના પગલાં રૂપે હાલમાં દરેક વ્યક્તિ એ નિત્ય આયુષ માર્ગદર્શિકા માં બતાવ્યા મુજબ કાઢા નું સેવન કરવું,નાકમાં તલ તેલ કે ગાયના ઘી ૨-૨ ટીપાં નાંખવા,અડધું ઉકાળેલું પાણી પીવું,તુલસી પાન દરરોજ ચાવીને ખાવા,હળદર વાળું દૂધ પીવું. અને આ ઉપરાંત સંશમની વટી દરરોજ લેવી,૬૫ થી ઉપર તેમજ કોમોર્બીડ વ્યક્તિ ઓ એ રસાયણ ટીકડી અને અશ્વગંધા ટીકડી અને સગર્ભા સ્ત્રીઓ એ રસાયણ ટીકડી તેમજ શતાવરી ટીકડી નો ઉપયોગ કરવો જે આસપાસના આયુર્વેદ દવાખાના માં સરળતાથી ઉપલબ્ધ થશે,જેથી દરેક નાગરિકે તેનો મહત્તમ લાભ લેવો અને પોતાની જાતને તેમજ સમાજને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરવો.