ડભોઇ : કન્યા શાળા 1 અને 4 નું બિલ્ડીંગનું વર્ચ્યુઅલ લોકાર્પણ

ડભોઇ છેલ્લા ઘણા સમય થી કન્યા શાળા 1 અને 4 નું નવું ઇમારત બની ને તૈયાર હતું જેનું આજ રોજ ડભોઇ સત્તરગામ પટેલ વાડી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મહાનુભાવો દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ હાજર રહ્યા હતા અને શાળા ખાતે રીબીન કાપી વિધ્યાર્થીઓ માટે શાળા ના વર્ગો ખુલ્લા મુખ્યા હતા.
ડભોઇ ના કન્યા શાળા વિસ્તાર માં છેલ્લા ઘણા વર્ષો થી કન્યા શાળા 1 અને 4 નું બિલ્ડીંગ જરજરીત હોય સરકાર દ્વારા તેને તોડી પાડી નવા 18 રૂમ વાડું અધ્યતન બિલ્ડીંગ રૂ.2 કરોડ 15 લાખ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું જેનું આજ રોજ ડભોઇ સત્તરગામ પટેલ વાડી ખાતે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જ્ઞાન શક્તિ દિવસ નિમિત્તે મુખ્યમંત્ર વિજયભાઈ રૂપાની ના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ લોકાર્પણ શાળા નું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઇ સત્તરગામ પટેલ વાડી ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.સંદીપ ભાઈ શાહ, નગર પાલીકા પ્રમુખ કાજલ બેન દુલાની, અમિતભાઈ સોલંકી, સહિત બી.આર.સી.કો.ભરતભાઈ દરજી, જૈમિનભાઈ પટેલ સહિત મહાનુભાવો ની હાજરી માં કન્યાશાળા 1 અને 4 ખાતે વર્ગો નું શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ દ્વારા રીબીન કાપી શાળા ખૂલી મૂકવામાં આવી હતી.