ડભોઇ : કરનારી ખાતે આવેલા કુબેર દાદા નું મંદિર ખોલવામાં આવ્યું

ડભોઇ તાલુકાના કરનારી ખાતે આવેલા કુબેર દાદા ના મંદિરે આજે ગુરુવારે અમાસ હોય જેને લઇને ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું નર્મદા કિનારે આવેલું કુબેર દાદા નુ મંદિર વિદેશોમાં પ્રખ્યાત છે મહારાષ્ટ્ર એમપી ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી ભક્તો આવે છે આ વખતે કોરોનાની મહામારી ના કારણે ઘણા સમય બાદ મંદિર ખૂલતાં આવતા ભકતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
ડભોઇ તાલુકાના યાત્રાધામ કુબેરભંડારી ખાતે આજરોજ ગુરુવારે અમાસ હોય જેને લઇને સવારે સાત વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી મંદિર ખોલવામાં આવ્યું છે જેનેભક્તો મંદિર પ્રશાસન દ્વારા આવનારા ભક્તો ને માસ્ક તેમજ સેનેટાઈઝર અને સોસિયલ ડિસ્ટન્સ રાખીને દર્શન કરાવ્યા હતા. આજની અમાસ નું મહત્વ જે લોકો હરિદ્વાર ગંગા નહિ જઈ શકતા એ લોકો મા નર્મદા નદીમાં નદીમાં સ્થાન કરીને ધન્યતા અનુભવી હતી આમ તો છેલ્લા એક વર્ષથી મંદિરમાં અમાસ ભરવા કોઈ આવતું ન હતું આજે મંદિર ખાતે લોકો કુબેર દાદાના દર્શન કરી બિલીપત્ર દૂધનો નારિયેળ ચઢાવી ને કુબેર દાદા ના દર્શન કર્યા શ્રદ્ધાળુઓ દ્વારા હજુ વહેલી તકે કોરોનાની મહામારી દૂર થાય તે માટે ભગવાને પ્રાર્થના કરવામાં આવી હતી. કુબેર મંદિરના સંચાલક રજનીભાઈ પંડ્યા જણાવેલૂ કે કોરોનાની મહામારી ના કારણે કેટલાક સમયથી મંદિર બંધ હતું આજરોજ મંદિર ખોલવામાં આવ્યું છે સવારે સાત વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી જેને લઇને ભક્તો આવી રહ્યા છે ભક્તોને માસ આપવામાં આવે છે અને સેનેટાઈઝરકરવામાં આવે છે અને સોશિયલ distance થી તેઓને દર્શન કરવામાં આવે છે ભક્તો તરફથી પણ ખુબ સહકાર મળી રહ્યો છે જ્યારે રજનીશભાઈ પંડ્યાએ ભક્તોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો