ડભોઇ : ખેડૂતોને નિગમનું પાણી નહીં મળવાને કારણે તેઓના પાકને નુકસાન

ડભોઈ તાલુકાના સીતપુર તેમજ માંગરોલ ગામે થી પસાર થતી નર્મદા નહેર ને નુકસાન કરી નહેરના પાણી ખેડૂતોની ખેતીની જમીન દાન રાખનાર હરિયાણા ના રહેવાસી એવા ખેડૂત દ્વારા નિગમનો પિયાવો ન ભરેલ હોવા છતાં આશરે 300 વીગા જેટલી ખેતીમાં પાણી મેળવતા હોવા ને કારણે આજુબાજુના નાના ખેડૂતોને પાણી ન મળવાથી નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર નહેર પેટા વિભાગ ડભોઇ ને સીતપુર ગામના ખેડૂતો વતી હરિયાણાના ખેડૂત સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવા આવી હતી છત્તા નર્મદા નિગમના અધિકારીઓ એ હજુ સુધી કોઇ કાર્યવાહી નહીં કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
ડભોઈ તાલુકાના સીતપુર ગામના તેમજ માંગરોલ ગામે થી નર્મદા નિગમ પાણીની નહેર ને તોડી અને રોડ ખોદી નુકસાન કરી મશીનો અને અનેક પાઈપો લગાવીને છેલ્લા ઘણા સમયથી સીતપુર ગામે રહેતા કુમારી કંચનાબેન સુલજીત ગોલાવત મૂળ રહેવાસી હરિયાણાના છેલ્લા એક વર્ષ ઉપરાંત થી ગામના ખેડૂતો ની આશરે ૩૦૦ વીઘા ઉપરાંત જમીન દાને અથવા ભાડે રાખી જેમાં ખેતી કરતા હોય આ ખેતી કરવા માટે નર્મદા નિગમની નહેર જતી હોય તેમાં મશીનો ગોઠવી નહેરની સંરક્ષણ દીવાલ ને તોડી નુકસાન કરી તેમજ રોડને ખોદી પાઈપ ગોઠવી છેલ્લા ઘણા સમયથી આખો દિવસ પાણી ખેતરોમાં લઈ જવાને કારણે આજુબાજુના ખેતરોમાં ખેતી કરતા ખેડૂતોને નિગમ નું પાણી નહીં મળવાને કારણે તેઓના પાકને નુકસાન થતું હોય જેથી જમીન ભાડે રાખનાર ખેડૂતને તેમને વારંવાર સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં નાના ખેડૂતોને પાણી લેવા દેતા ન હોવાથી નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત દેશના પ્રમુખ મુકેશભાઇ પટેલ દ્વારા હરિયાણાના ખેડૂત કંચન ભાલચંદ્ર ચૌધરી અને કુમારી કંચના બેન વિરોધ ગેરકાયદેસર નહેર તોડીને પાની ખેતરમાં મેળવનાર સામે કાર્યવાહી કરવા નાયબ કાર્યપાલક ઇજનેર નહેર પેટા વિભાગ ડભોઇ ના અધિકારીને તારીખ 18 3 21ના રોજ સીતપુર તેમજ માંગરોળના ખેડૂતોને સાથે રાખી ગામની નજીક થી જતી રહે કે ન લોટે પોતાને મન ફાવે તેવી રીતે પાણીનો ઉપયોગ કરનાર સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નિગમનો પીયાવો પણ ભરેલ ન હોય નર્મદા નિગમ તેમજ ખેડૂતોને નુકસાન કરનાર સામે તપાસ કરી યોગ્ય કરવા ફરિયાદ અરજી કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિગમ દ્વારા કાર્યવાહી કરવામા નહીં આવતા સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે તેમજ વહેલી તકે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા નર્મદા નિગમ કચેરી ડભોઇ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ સહિત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી .