ડભોઇ : પરીક્ષા ઉતીર્ણ બાળકોને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામા આવ્યો

ડભોઇ ખાતે છેલ્લા 56 વર્ષથી વોરવાળ સુંદરકૂવા ડભોઇ મુસ્લીમબાળકો ને કોઈ પણ જાતની ફી વગર શિક્ષણ આપાઈ રહ્યું છે સાથે સાથે ધોરણ 1 થી 8 માટે મૌલાના અબ્દુલકલામ આઝાદ પ્રાથમીક શાળા પણ નોનગ્રાન્ટેડ ડભોઇ ની અંજુમને ઇસ્લામ બી.588 દ્વારા ચાલવામાં આવી રહી છે બાલાકો માં શિક્ષણ માટે પ્રેરણા આવે તે હેતુ સાથે 487 બાળકો ની વાર્ષીક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઉતીર્ણ બાળકો ને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
ડભોઇ 1965 માં સ્થપાયેલી અજુમને ઇસ્લામ બી.588 સંસ્થા છેલ્લા 56 વર્ષો થી વોરવાડ સુંદરકૂવા ખાતે મુસ્લીમબાદકો ને કોઈ પણ જાત ની તકલીફ વગર શિક્ષણ આપતી આવી છે આ સંસ્થા દ્વારા ધોરણ 1 થી 8 માટે નોનગ્રાન્ટેડ સાડા પણ ચાલવામાં આવે છે સદર સંસ્થા દ્વારા 487 બાળકો ની વાર્ષીક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જબુસર અને વડોદરા શહેરમાઠી નામાંકિત મૂલવીઓ અને મદ્રાસાના હિફાઝ વિભાગો અને મકતલબ વિભાગો ની હાજરીમાં પરીક્ષા લેવામાં આવી હતી સંસ્થા ના સંચાલકો, ઉસ્તાડો અને પરીક્ષા આપનાર વિધ્યાર્થીઓ ની તાલીમ પ્રગતિની મુક્ત કંઠે પ્રસંસા કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાનું શૂન્યમાઠી સર્જન કરનાર મહેનત કશા સદર મહુર્મ મૌલાના અબ્દુલકાદીર સાહેબની સેવાઓ ને બિરદાવામાં આવી હતી તો બીજા દિવસે હિકમ અને મકતબ વિભાગ માં કુલ 69 બાળકો પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર લાવનાર ને જામિયા ફુલાએ મિલ્લ્ત દેવળીયાના ઉસ્તાદ મૌલાના સઇદ સાહેબ ના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રથમ નામરે ફરહાન મોહસીન મન્સૂરી, બીજા નંબરે યાહયા મુક્તિ ઇબ્રાહીમ મંસૂરે અને ત્રીજા નંબરે સાહિલ ઇલ્યાસ ભજીયાવાલા સહિત ફરહાન સરફરાજ મન્સૂરી, ફૈયાજ ઇમ્તિયાઝ મન્સૂરી અને હનનાત ઈરફાન ખાતરી નો સુંદર દેખાવ રહ્યો હતો. સદર કાર્યક્રમમાં સફળ બનવા સંસ્થા ના નાજીએ તાલીમાટ મૌલાના શિરાઝ સાહેબ મૌલાના મોઈન, અને સંસ્થા તરફ થી ઈસ્માઈલભાઈ મન્સૂરી, હાજી ઇબ્રાહીમભાઈ અત્તરવાળા, તેમજ નિશારભાઈ અહેમદભાઈ ચાચાખત્રી એ ભારે જહેમત ઉઠાવી હતી.