ડભોઇ : ફોર્મ પરત ખેચવાના દિવસે કુલ 19 જેટલા ફોર્મ પરત ખેચાયા

ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણી તા.16મી ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેચવાના દિવસે કુલ 19 જેટલા ફોર્મ પરત ખેચાયા હતા ગત રોજ ફોર્મ ચકાસની બાદ 175 ફોર્મ માન્ય રહ્યા હતા જેમાં આજે 19 જેટલા ફોર્મ પરત ખેછાતા કુલ 156 ઉમેદવારો વચ્ચે જિલ્લા પંચાયત ની 4 બેઠક તાલુકા પંચાયાતની 20 બેઠક અને નગર પાલીકાની 36 બેઠકો માટે ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાશે જેમાં આજ રોજ ડભોઇ નગર પાલીકા માં વોર્ડ નંબર 5 માં એક કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેચતા ભાજપ ના ઉમેદવાર બિન હરીફ થયા હતા.
ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે ગત રોજ ફોર્મ ચકાસણી બાદ 175 ફોર્મ માન્ય રાખવામા આવ્યા હતા. તા.16મી ના રોજ ફોર્મ પરત ખેચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થવા પામી હતી જેમાં રાજકિયા પક્ષો વાહચે ભારે રસાકાશી જોવો માહોલ ઊભો થયો હતો ત્યારે કોંગ્રેસ પક્ષ ના સિધ્ધાર્થ પટેલ ના ઘઢ માં ગાબળું પડ્યું હતું વોર્ડ નંબર પાંચ ના કોંગ્રેસ પક્ષ ના એક ઉમેદવાર પુષ્પાબેન મિતેશભાઈ રાઠવા એ ફોર્મ પરત ખેચતા તેમની સામે ના ભાજપ ના સીતાબેન ભારતભાઈ વસાવા બિન હરીફ થયા હતા. જ્યારે જિલ્લા પંચાયાત ની 4 બેઠકો માટે ગત રોજ 14 ફોર્મ હતા જેમાં ના 3 અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેચયા હતા. સાથે જ તાલુકા પંચાયતમાં ગત રોજ કુલ ફોર્મ 56 જેમાંથી 7 જેટલા અપક્ષ ઉમેદવારો એ ફોર્મ પરત ખેચયા જ્યારે નગર પાલીકા માં 1 કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર સાથે કુલ 9 ફોર્મ પરત ખેછાતા 96 ફોર્મ વધ્યા હતા જેમાં ભાજપ ના એક ઉમેદવાર ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા તો નગર પાલીકામાં આમ આદમી પાર્ટીના 2 ફોર્મ પરત ખેછાયા હતા કોંગ્રેસ 1 અને અપક્ષ 6 ફોર્મ પરત ખેચતા કુલ 9 ફોર્મ પરત ખેચવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ માં ગાબળું પડતાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ બિનહરીફ ઉમેદવાર ને હાર પહેરાવી સુભેચ્છા પાઠવી હતી.