ડભોઇ : માસ્ક અને સોસિયલ ડિસ્ટનસનું પાલન કરાવવા રેલ્વે પોલીસ મેદાને

ડભોઇ માસ્ક અને સોસિયલ ડિસ્ટનસ નું પાલન કરાવાવા માટે રેલ્વે પોલીસ પણ મેદાન માં આવી પોતાની હદ માં આવતા રેલ્વે સ્ટેશન સહિત રેલ્વે ક્રોસિંગ ઉપર થી પસાર થતાં વાહન ચાલકો નું ચેકિંગ હાથ ધરી માસ્ક નો દંડ વસૂલ કર્યો હતો.
ડભોઇ ખાતે કોરોના કેશો વધી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગો ને સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત કરવા નિર્દેશ કર્યા છે તેવામાં ડભોઇ રેલ્વે પોલીસ ને ઉચ્ચ સ્થારીય થી મળેલ સૂચના અનુશાર તેમની હદ માં આવતા રેલ્વે ક્રોસિંગ તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે ખડે પગે રહી ડભોઇ ની સરીતા ક્રોસિંગ, વેગા, તેમજ સાઠોદ ક્રોસિંગ ઊભા રહી અવર જવર કરતાં મુસાફરો અને વાહન ચાલકો ને માસ્ક ના દંડ ની વસૂલાત કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રેલ્વે પી.એસ.આઈ.જીતેન્દ્ર વ્યાસ સાથે રેલ્વે પોલીસ જવાનો ખડે પગે રહી કામગીરી કરી રહ્યા છે.