ડભોઇ : શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા કોરોના દર્દીઓને વિના મૂલ્યે ટિફિન સેવા

ડભોઇ ખાતે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન ની પહેલ કોરોના દર્દીઓ ને સવાર અને સાંજ નું વિના મૂલ્યે ટિફિન આપી કરી રહ્યા છે સેવાકીય પ્રવૃતી, કૃષ્ણમ ફાઉન્ડેશન ભાર્ગવ શાહ દ્વારા છેલ્લા કેટલાય સમય થી વડોદરા શહેર ખાતે સેવાકીય પ્રવૃતીઓ કરતું આવ્યું છે જ્યારે હવે ડભોઇ સહિત નાના ગ્રામ્ય સ્થર ઉપર પણ સેવાકીય પ્રવૃતી માટે ટિમ બનાવી કામ કરી રહ્યા છે જેમાં પહેલ ના ભાર રૂપ હાલ ચાલી રહેલ કોરોના મહામારી માં કોવિડ સેન્ટર તેમજ હોમ ક્વોરોંટાઈન દર્દીઓ ને જે બે ટાઈમ નું જમવાનું બનાવી ન શકતા હોય તેમણે માટે ફ્રી ટિફિન પ્રારંભ કર્યો છે.
સેવા પરમો ધર્મ ને સાર્થક કરતાં શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન વડોદરા ની ડભોઇ ખાતે પહેલ આર્થીક રીતે પછાત વર્ગ અને સાથે સાથે મધ્યમ વર્ગ જે કોરોના સંક્રમણ સામે લડત આપી રહ્યા છે તેવા લોકો ને જમવા ની ભારે હાલાકી પડતી હોય છે આ હાલાકી દૂર કરવા હેતુ સાથે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા કોરોના દર્દીઓ ના પરીવાર જનો તેમજ દર્દી ને વિના મૂલ્યે ટિફિન સેવા આપવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટિફિન સેવા આગામી સમય માં હોમક્વોરોંટાઈન દર્દીઓ તેમજ આઇશોલેશન કોવિડ સેન્ટરો ખાતે શરૂ કરવામાં આવનાર છે પ્રથમ દિવસે 10 જેટલા પરીવારો ને ફ્રી ટિફિન સેવાની શરૂઆત કરી ભાર્ગવ શાહ, નીલ ગજ્જર, અને સાથે જ અન્ય સાથીઓ દ્વારા સેવાકીય પ્રવૃતી માં જોડાયા હતા.