ડભોઇ : સ્થાનીક સ્વરાજની ચૂંટણી ને લઇ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી

ડભોઇ તા.28મી ને રવિવારે સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ડભોઇ કોલેજ ખાતે ડિસ્પેચિંગ રીસિવિંગ સેન્ટર બનવામાં આવ્યું છે જેની આજ રોજ વડોદરા જીલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી અને અધિકારીઑ સાથે જરૂરી માહિતી મેડવી હતી સાથે સાથે મતગણતરી ના સેન્ટરો ની પણ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો નગર માં ફ્લેગમાર્ચ પણ પોલીસ વડોદરા જેલ્લા પોલીસ વડા ડો.સુધીર દેશાઈ અને પોલીસ ને સાથે રાખી યોજી હતી.
તા.28મી ના રોજ સ્થાનીક સ્વરાજ ની ચૂંટણીઓ અંતર્ગત મતદાન થનાર છે તે પૂર્વે ચૂંટણી વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેનું આજ રોજ વડોદરા જીલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ દ્વારા નિરિક્સન કરવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસ ખાતે તૈયાર થયેલ નગર પાલીકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની મતગણતરી સેન્ટરો તેમજ સ્ટ્રોગ રૂમ ની મુલાકાત લઈ તંત્ર ને જરૂરી સૂચનો આપ્યા હતા આ પ્રસંગે વડોદરા જીલ્લા પોલીસ વડા ડો.સુધીર દેશાઈ, ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધીકારી શિવાની ગોયલ, મામલતદાર પૂજા આર.શાહની, ડી.વાય.એસ.પી.એસ.કે.વાળા, સહિત પી.આઈ.જે.એમ.વાઘેલા હાજર રહ્યા હતા. મતગણતરી સમયે કોઈ ને હાલાકી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે તો વધુ માં આવતી કાલે જ્યારે મતદાન થાય તે સમયે સવેદન શીલ વિસ્તારો અને દરેક બૂથ ઉપર ડભોઇ ડી.વાય.એસ.પી. પી.આઈ.. સહિત 4 પી.એસ.આઈ. અને હોમગાર્ડ અને પોલીસ જવાનો સહિત જી.આર.ડી. ના જવાનો કુલ 517 તૈનાત રહેશે નું જણાવ્યુ હતું જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ દ્વારા હાલ ચાલી રહેલા કોરોના મહામારી અંતર્ગત સંપૂર્ણ તકેદારી સાથે મતદાન થશે ની ખાત્રી આપી હતી અને લોકો ને પણ મોટા પાયે મતદાન કરવા અપીલ કરી હતી સોસિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરવા જણાવ્યુ હતું. તો કોરોના ના દર્દીઑ તેમજ કોરોના સંકાસ્પદ્દ લોકો પણ મતદાન ના છેલ્લા એક કલાક માં મતદાન કરી શકશે અને તેના માટે મતદાન મથકો ઉપર ચૂંટણી કર્મચારીઓ ને પી.પી.ઇ.કીટ પણ આપવામાં આવી હોવાનું જણાવું હતું. ડિસ્પેચિંગ રીસિવિંગ સેન્ટર ની મુલાકાત બાદ ડભોઇ નગર માં વડોદરા જીલ્લા પોલીસ વડા ડો.સુધીર દેશાઈ, ડી.વાય.એસ.પી.એસ.કે.વાડા, પી.આઈ.જે.એમ.વાઘેલા અને પોલીસ ને સાથે રાખી નગરના વિવિધ માર્ગો ઉપર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.