થરાદ : લુણાલમાં શ્રીનકળંગ ભગવાનની પુનઃપ્રાણપ્રતિષ્ઠા

થરાદના લુણાલમાં શ્રીનકળંગ (ઠાકર) મહારાજનું પાંચ પેઢી પુરાણું મંદિર આવેલું છે. જે 2002ના ભુકંપ 2015નું પુરથી ક્ષતિગ્રસ્ત થયું હતું. આ મંદીરમાં દર અજવાળી બીજ ઉપરાંત ભાઇબીજના દિવસે ભવ્ય પરંપરાગત લોકમેળો યોજાતો હોય છે. સમસ્ત લુણાલના ગ્રામજનો અને ભાવિકભક્તો દ્વારા અંદાજીત પાંચથી છ કરોડના માતબાર ખર્ચથી છેલ્લા પાંચ વર્ષથી નવું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. જે તૈયાર થઇ જતાં તેના ત્રિદિવસીય પુનઃપ્રતિષ્ઠામહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે
જે પ્રતિષ્ઠાચાર્ય વાસુદેવભાઇ શાસ્ત્રીના માર્ગદર્શન મુજબ બુધવારના દિવસે પ્રારંભ થયો હતો. જ્યારે બીજ (શુક્રવાર) ના દિવસે વિજયમુહર્તે ભગવાનની નિજ મંદિરમાં પધરામણી સાથે પુનઃપ્રાણપ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે ગામના અને આજુબાજુના ભાવિકભક્ત દાતાઓ દ્વારા ભગવાનના 11 કુંડી યજ્ઞ અને વિવિધ પ્રસંગોના ચઢાવાઓ પણ લેવામાં આવ્યા હતા. મહોત્સવને અનુલક્ષીને ભગવાનના મંદીર અને ગામને પણ રોશની અને ધ્વજાપતાકાઓથી શણગારવામાં આવ્યું છે.