થરાદ : વાવના ધારાસભ્ય ગેનીબેનના સુચનને ધારાસભ્યોએ આવકાર્યુ

વિધાનસભામાં લવજેહાદના બિલની ચર્ચામાં કોગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ દૂષણ અટકાવવા માટે માતા પિતાની સહમતી સ્થાનિક સાક્ષીઓની સહી વગેરે જેવા સુચનો કર્યા તો આશ્ચર્ય જનક રીતે ભાજપ ના ધારાસભ્યો એ પાટલી થપથપાવી ને આવકાર્ય હતુ ભાજપ ના સભ્યો કોંગ્રેસ ના ધારાસભ્યો ને એવુ કહેવા માગતા હતા કે તમારા મહિલા ધારાસભ્ય ભાજપે રજુ કરેલા બિલ નો વિરોધ કરતા નથી ગેનીબેન નુ પ્રવચન પૂરુ થયુ કે તરત જ અધ્યક્ષે કહુ કે બેને એક માતા તરીકે સૂચનો કર્યા છે તેને આવકારવા તમામ સભ્યોએ પાટલી થપથપાવવી જોઈએ ભાજપ ના સભ્યોએ અધ્યક્ષનો આદેશ માથે ચડાવ્યો ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ બેઠા બેઠા ગેનીબેન ને અભિનંદન આપ્યા હતા
સમગ્ર ગુજરાત મા વાવ ના ધારાસભ્ય ની વાહ વાહ થવા લાગી છે કારણ કે કોર્ટ મેરેજ લવ મેરેજ ના કારણે સમાજો વચ્ચે મોટા પ્રમાણ માં જગડાઓ થતા હોય છે જો દિકરી કોઈ બીજા સમાજ ના દિકરા સાથે લવ મેરેજ કોર્ટ મેરેજ કરે છે તો સમાજ દિકરી ના કે દિકરા ના ઘર ને સમાજ બાર કરવામાં આવે છે આવા અનેક કિસ્સાઓ થવા પામ્યા છે ત્યારે વાવ ના ધારાસભ્ય વિધાનસભા માં સૂચન કર્યુ હતુ કે કોઈ પણ દિકરી ને લવ મેરેજ કે કોર્ટ મેરેજ કરવા હોય તો તેના માં - બાપ ની સહમતી સાથે સહીં હોવી જોઈએ અને ગામના કોઈ પણ સમાજ ના સાક્ષી હોવા જોઈએ વઘુમાં કહુ હતુ કે જેતે દિકરી ના લવ મેરેજ પોતાની ગામની પંચાયતમાં થાય તો સમાજો વચ્ચે થતી તકરારો અટકી જાય
વધુ મા ગેનીબેન ઠાકોરે સૂચન કર્યુ હતુ કે પ્રેમ સબંધ માં દિકરીઓ ને આધળી બનાઈ દિકરાઓ લવ મેરેજ કોર્ટ મેરેજ કરી લેતા હોય છે પાછળ થી ઘણી દિકરીઓ આભઘાત કરવાનો વારો આવતો હોય છે માટે આ સૂચન ને ગૃહ ના મંત્રીઓ એ ધ્યાન મા લઈ સુધારો લાવવો જોઈએ