દિયોદર : રાજ્યમાં બોગસ તબીબોને ઝડપવા પોલીસ સક્રિય બની

ડીજીપીના આદેશ બાદ રાજ્યમાં બોધસ તબીબોને ઝડપવા પોલીસ સક્રિય બની
દિયોદરના સણાવ ગામે આરોગ્ય વિભાગને સાથે રાખી એલોપેથીક દવાઓ અને ઇજેક્સન સાથે ઊટવૈર્ધ ને દિયોદર પોલીસે ઝડપાયો‌
કોરોના મહામારીના સમયમાં ગરીબ અને ભોળી પ્રજાને ગેરલાભ લઇને દિયોદર તાલુકા માં તબીબોનો રાફડો ફાટયો છે જ્યારે ગુજરાતમાં તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે
જેમાં મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના સણાવ ગામે રહેતા રમેશ ભાઈ ચાદા રાઠોડ કોઈપણ પ્રકારની ડીગ્રી કે મેડીકલ સર્ટી વિના ડોક્ટર તરીકે લોકોની સારવાર કરી રહ્યા હતા અને લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો હતા જેની તપાસના આધારે દિયોદર પીએસઆઈ મળતી માહિતી મુજબ તપાસ કરતા એલોપેથિક દવાઓ તેમજ સાધનસામગ્રી10665રૂપિયાના મુદ્દામાલ સાથે બોગસ ડોકટરની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ છે જેની વધુ તપાસ દિયોદર પી.એસ.આઇ એચ પી. દેસાઈ ચલાવી રહ્યા છે
દિયોદર ના સોની ગામે ડીગ્રી વગર નો બોગસ તબીબ લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાથી તેના અહેવાલ પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રિક મીડિયા મા છપાયલ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી