દ્વારકા : હાઇવે નિર્માણ કરતી કોન્ટ્રાકટ કંપનીની જોહુકમી સામે ખેડૂતોમાં રોષ

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે ખંભાળિયા કુરંગા હાઇવે નું કામ ચાલુ છે ત્યારે નંદાણા પાસે હાઇવે રોડમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા ખેડૂતોની હાલત દયનિય બની છે
નંદાણા ગામના હાઇવે ટચ ખેતરોને વ્યાપક નુકસાન થતું હોય ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે 
હાઇવે નિર્માણ કરતો જી.આર કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોડનું નિર્માણ ચાલુ હોય પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતી હોય ખેડૂતોના ખેતરો તબાહ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે 
હાઇવે રોડ ખેતરના શેઢે સુધી લાવી દીધો હોઈ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાણી ના નિકાલ માટે વ્યવસ્થા નહીં થાય તો ચોમાસામાં ખેતરો ડૂબમાં જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે કંપની દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી કરી કામ કરતા હોય ખેડૂતો આ મુદ્દે લડત ના મંડાણની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે ખંભાળિયાના દેવળીયા થી કુરંગા સુધી આ રોડનું કામ તીવ્ર ગતિથી ચાલી રહ્યું છે RCC થી અત્યાધુનિક રોડના આ નિર્માણ કાર્યમાં ખેડૂતોના હિત જોખમાય રહયા છે ખેડૂતોને વ્યાપક તકલીફો કંપની દ્વારા અપાતી હોવાની ફરિયાદો ઉઠી છે નીતિનિયમ નેવે મૂકીને કંપની દ્વારા કામ થતું હોવાની આક્ષેપો થતા કંપનીની કામગીરી અને અધિકારીઓનું મૌન પણ શંકા ઉપજાવે તેવું છે આ મામલે અધિકારીઓએ વ્યવસ્થિત સ્થળ પર નિરીક્ષણ કરી વ્યાજબી નિરાકરણ લાવવું જરૂરી છે
વિકાસ ભલે થાય પણ ખેડૂતોના વિનાશ કરી વિકાસ ન થાય તેવો ખેડૂતોનો મત છે ખેતરોથી ઉંચો રોડ બનવા જઇ રહ્યો હોય ત્યારે પાણીના નિકાલ ની વ્યવસ્થા ન હોઈ તો ચોમાસામાં આ ખેતરો નદીઓમાં ફેરવાઈ જશે કેનાલો ન હોઈ પાણી ખેતરો ધોઈ નાખશે અને જમીન તેમજ પાક ને વ્યાપક નુકસાન થશે સાથે હાલ કંપની દ્વારા ધૂળ વ્યાપક ઊડતી હોઈ ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોએ આ અંગે યોગ્ય નિકાલ નહીં આવે તો આ મુદ્દે લડતની ચીમકી પણ ઉચ્ચારી છે કંપનીએ કેનાલ રોડની બંને સાઈડ કરવી જોઈતી હતી જે કરેલ નથી જેના લીધે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોઈ પાણી ચોમાસામાં દરમિયાન અહીં ભરાશે  અને ખેતરો ડૂબમાં જશે કંપની સામે ખેડૂતોએ સણસણતા સવાલો કર્યા છે કંપની દાદાગીરીથી કામ કરતી હોય આ મામલે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે આ મામલે ખેડૂતોએ અધિકારીઓને રજુઆત પણ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે અધિકારીઓએ આ મામલે ગંભીરતા કેમ દાખવી નહીં હોય ક્યાંય એસી ઓફિસોમાં બેસીને અધિકારીઓએ સ્થળ પર જવાની તસ્દી લીધી નથી તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે