ધાનેરા : રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર

ધાનેરા રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપી કોટડા ધાખા સ્કૂલનું અધુરૂ કામ પૂરું કરવા માંગ કરવામાં આવી.
ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ માં સરકારી માધ્યમિક હાઈસ્કૂલ મંજુર કરેલ અને તેનુ શિક્ષણ કાર્ય ગામના કોમ્યુનીટી સેન્ટર માં ચાલુ કરવામાં આવેલ છે અને વર્ષ ૨૦૧૯ માં કલેક્ટર શ્રી પાલનપુર દ્વારા રેવન્યુ સર્વે નંબર ૧૬૨ પૈકી જમીન માંથી કુલ ૮૦૩૯ ચો.મીટર.જમીન સરકારી માધ્યમિક હાઈસ્કૂલ માટે ગ્રાન્ટ કરેલ અને તે જમીન મામલતદાર કચેરી ના રેવન્યુ સર્કલ દ્વારા સર્વેયર કરવામાં આવી.. ડી.એલ.આર.આઈ.પાલનપુર ની હાજરી માં સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી ને કબજો સુપરત કરેલ અને ત્યાર બાદ સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડી હાઇસ્કૂલના મકાનનું કામ ચાલુ કરેલ અને મકાન નું કામ પુરું થયું ગયું છે અને મકાનની ફરતે દીવાલનુ કામ ચાલતું હતું તે સમય અમુક લોકો દ્વારા હાઇસ્કૂલ ની આજુબાજુ આવેલ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવા ના ઈરાદાથી રાજકીય લાગવગ ધરાવતા હોવાથી હાઈસ્કૂલની ફરતે દીવાલનુ કામ જીલ્લા પ્રોજેક્ટ ઇજનેર શ્રી મન્સુરી અને તાલુકા પ્રોજેકટ ઇજનેર ને સરકારી દ્વારા ગ્રાન્ટ કરેલ જમીનમાં અધિકાર ન હોવા છતાં દબાણદારોને દબાણ કરવા મદદરૂપ થવા ના ઈરાદાથી કામ બંધ કરાવેલ છે જો દીવાલ વોલ નું કામ પુરું થાય તો ચોમાસું સમય ઝાડ વિગેરે વાવી શકાય અન્યથા સ્કુલમાં લાવેલ ઝાડ પશુ ખાઈ જાય તેમ છે તેથી ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ને નાયબ કલેક્ટર ધાનેરા દ્વારા આવેદનપત્ર આપી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી અને દીવાલનુ કામ તાત્કાલિક ચાલુ કરવા માટે માગણી કરી હતી.