ધ્રાંગધ્રા : રેલવે પોલીસ અધિક્ષક દ્વારા હેડ કોન્સ્ટેબલને માર માર્યો હોવાનો આક્ષેપ

ધ્રાંગધ્રા આરપીએફ રેલવે પોલીસ અધિક્ષક દ્વારા દારૂ પીને હેડ કોન્સ્ટેબલને માર માર્યો હોવાનો આક્ષેપ
આર.પી.એફ પોલીસ મા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર નરેન્દ્ર પરમાર ને માર મારી અને ગાળો આપી હોવાનું થાના અધિક્ષક પર આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે પોલીસમાં આર.પી.એફના હેડ કોન્સ્ટેબલને માર મારી ગાળો આપી નોકરી પરથી સસ્પેન્ડ કરવાની ધમકી થાના અધિક્ષક દ્વારા આપવામાં આવી હતી જેમાં મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા રેલ્વે પોલીસ માં ફરજ બજાવનાર નરેન્દ્ર પરમાર કે જેવો હેડ કોન્સ્ટેબલ તરીકે ધ્રાંગધ્રા આર.પી.એફ રેલવેમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓને તેમના ઉપરી અધિકારી એટલે કે ધ્રાંગધ્રા રેલ્વે થાના નિરીક્ષક જે.એલ.બેરવા દ્વારા માર મારી અને ગાળો આપી સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપી હતી અને વધુમાં આ હેડ કોન્સ્ટેબલ દ્વારા થાના નિરીક્ષક જે.એલ.બેરવા દ્વારા દારૂ પીને માર મારી અને ગાળો આપી હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે ગાંધીના ગુજરાતમાં જો એક પોલીસકર્મી જ એક પોલીસને મારશે? તો પ્રજાના રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજાની રક્ષા કેવી રીતે કરશે ત્યારે ધ્રાંગધ્રા રેલ્વે પોલીસ નિરીક્ષક જે.એલ.બેરવા દારૂના નશામાં એક હેડ કોન્સ્ટેબલને માર મારી ગાળો આપી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકીઓ આપતા રેલવે પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ ઘટનાથી રેલવે પોલીસમાં ફરજ બજાવતાં થાના નિરીક્ષક તરીકે જે.એલ.બેરવા પર કડક કાર્યવાહી થાય છે કે પછી ભીનું સંકેલાય જશે તે તો આવનારો સમય જ બતાવશે હાલ આ ઘટનાથી સમગ્ર શહેર ના આજુબાજુ લોકો રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને નશા મા ધુત ધ્રાંગધ્રા આર.પી.એફ રેલ્વે પોલીસ નિરીક્ષક જે.એલ.બેરવા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ધ્રાંગધ્રા આર.પી.એફ મા ફરજ બજાવનાર નરેન્દ્રભાઈ પરમાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે