ધોરાજી : ચોથી વખત કિસાન રેન્ક ટ્રેન સિલિગુડી ડુંગળી ભરીને રવાના થશે

ધોરાજીમાં મહીનામાં ચોથી વખત કિશાન રેન્ક ટ્રેન દ્વારા ધોરાજી થી સિલિગુડી ડુંગળી ભરીને રવાના થશે .કિશાન રેન્ક ટ્રેન થોડાં દિવસો પહેલા ગૌહાટી અને ત્યાર બાદ સિલિગુડી ત્રીજી વખત 500 મેટ્રિક ટન ડુંગળી ભરી મોકલવામાં આવી હતી
ફરી આજરોજ અને ચોથી વખત 500 મેટ્રીક ટન ડુંગળી ભરી ને કિશાન રેન્ક ટ્રેન દ્વારા ફરી સિલિગુડી ટ્રેન જવાં રવાના થશે
ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્ર નાં વેપારીઓ દ્વારા પોરબંદર ગીર સોમનાથ રાજકોટ જીલ્લાના વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી અંદાજે રૂપિયા 600 થી 700 સુધી નાં ભાવમાં પોષણક્ષમ ભાવોમાં ડુંગળીની ખરીદી કરાઈ છે.
ધોરાજી થી ચોથી વખત સિલિગુડી વિશેષ ટ્રેન દ્વારા ઝડપભેર પહોચાડવામાં આવશે અને ખેડૂતો ને ફાયદાકારક નિવડશે.