ધોરાજી : રામપરાના વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થઈ મેળવે છે શિક્ષક

ધોરાજીમા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે જીવનુ જોખમ ખેડવું પડે છે અને પાણીના પ્રવાહ પ્રવેશી અને કોઝવે પરથી પસાર થઈ અભ્યાસ કરવા શાળાએ જવું પડે છે.ત્યારે કેવા પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા છે શાળાના બાળકો અને સ્થાનિક લોકો તે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં.
રાજકોટ જીલ્લાના ધોરાજીમા એક વિસ્તાર એવો પણ છે કે જ્યા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જીવના જોખમે પસાર થઈ અને અભ્યાસ કરવા માટે જવું પડે છે કારણ કે અહીંયા બે વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ એટલે કે ક્રોઝવે હાલ પણ પાણીમા ગરકાવ થઈ ગયેલ છે જેથી એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં જીવના જોખમે પસાર પણ થાય છે અને મુસીબતો પણ બેઠે છે.
અહીંયા જે નદી ઉપર કોઝવે બનાવેલ છે એ જ રસ્તો પાણીમા ગરકાવ થયેલ છે ત્યારે ગરકાવ થયેલ આ રસ્તામાં જે નદીનું પાણી વહે છે તે નદીમા મગર, સાપ તથા અન્ય જીવો રહે છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે જ કોઝવે પરથી નીકળતા 40 થી 50 વિદ્યાર્થીઓને અત્યંત જોખમ અને જીવ હાથમાં લઈને નીકળવું પડે છે.
ધોરાજીના રામપરા વિસ્તાર અને ચાંપાધાર વિસ્તારને જોડતો આ કોઝવે પરથી હાલ પાણી પસાર થઈ રહ્યું છે ત્યારે અહીંયાથી વડીલો પણ પસાર થતા ડરે છે અને સાથે જ રામપરા વિસ્તારથી ચાંપાધાર વિસ્તારમાં પ્રાથમિક શાળાએ જવા માટે બાળકો ક્યારેક પડી પણ જાય છે અને ભીના કપડે શાળાએ જવું પડે છે ત્યારે આ બાળકોના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળે છે અને વાલીઓના જીવ પણ તાળવે ચોંટેલા રહે છે.
અહીંયા આવી પરિસ્થિતિ અને સમસ્યાને જોયા બાદ એક વસ્તુ તો અહીયાં ખાસ ચિંતાજનક જોવા મળી રહી છે કે અહીંયા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ વેકલ્પિક વ્યવસ્થા કરી અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી અને આ નાના ફૂલ જેવા બાળકો જે જીવનો જોખમ વેઠી રહ્યા છે તે અંગે શિક્ષણ વિભાગે પણ સતર્કતા રાખી અને નિવારણ લાવવો જોઈએ તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવી જોખમ લઈને પસાર થનારાઓની મુસીબત કેટલી વહેલી દૂર થશે તે જોવાનું રહ્યું.