ધારી : સિવિલ હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયા થઇ પૂર્ણ

ધારી સિવિલ હોસ્પિટલ ની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં નવી અદ્યતન હોસ્પિટલ નું કામ શરૂ કરવામાં આવશે.
ધારી નગર ની અતિ જર્જરીત સિવિલ હોસ્પિટલ નવી બનાવવા માટે ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહેલ હતી આ બાબતે જાગૃત ધારાસભ્ય જે. વી. ભાઈ કાકડિયા દ્વારા ગાંધીનગર રૂબરૂ જઈ રજૂઆત કરવામાં આવેલ તેનાં અનુસંધાને ધારી અને બગસરા મા સિવિલ હોસ્પિટલ ના નવાં બિલ્ડિંગ બનાવા માટે ટેન્ડર ભરાઈ ગયેલ છે ટેન્ડર ની પ્રક્રિયા પૂર્ણ થતાં હોસ્પિટલ નું બાંધકામ શરૂ કરવામાં આવશે. અંદાજીત ૪ કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવશે. આ નવી હોસ્પિટલ ની અંદર ડાયાલિસીસ સેંટર શરૂ કરાવવા માટે બજરંગ ગ્રુપ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે કારણકે ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય ગરીબ દર્દીઓ નાણાં અને સમય ખર્ચીને બહાર ગામ ડાયાલિસીસ કરાવવા જાય છે. ડાયાલિસીસ માટે ના સાધનો અને ડોક્ટર ની નિમણૂક કરવા રજૂઆત કરેલ છે.