નવસારી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની વાંસદમાં જાહેર સભા યોજાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની વાંસદમાં જાહેર સભા યોજાઈ હતી. વર્ષોથી પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા વિસ્તારમાં મતદારો ને રીઝવવા સ્મૃતિ ઈરાનીએ ભાજપના વિકાસ ની વાતો કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણની શરૂઆતમાં સ્થાનિક ભાષામાં લોકોના ખબર અંતર પૂછી લોકોના દિલ જીતવાના પ્રયત્નો કરી આસામ માં રાહુલ ગાંધીએ ગુજરાત અને ગુજરાતીઓ કરેલ નિવેદન નો જવાબ આપતા કહ્યું હતું કે , કોંગ્રેસ આટલા વર્ષોમાં જે નથી કરી શકી તેવા કાર્યો નરેન્દ્ર મોદીએ કર્યા છે, આરોગ્ય , શિક્ષણ અને લોકડાઉન માં સરકારે કરેલા કામો ને ગણાવીને રાહુલ ગાંધીએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે જેથી હું એમને કહેવા માગું છું કે તાકાત હોય તો ગુજરાતમાં આવી ને ચૂંટણી લડી બતાવે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદા તાલુમાં ભાજપ નબળું હોય ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતર્યા છે.